રાજ્યમાં તાજેતરમાં ઘણી અજીબ ઘટનાઓ જોવા મળી છે. થોડા દિવસો પહેલા રાજ્યમાં આકાશમાંથી ગોળા પડવાની ઘટના સામે આવી હતી. જો કે બાદમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે આ ગોળા કોઈ સેટેલાઈટના ટુકડા હશે. આ દરમિયાન વધુ એક વિચિત્ર ઘટના જોવા મળતા લોકોમાં કુતુહલ સર્જાયું છે.
એક ન્યુઝ ચેનલના અહેવાલ અનુસાર ગાંધીનગરમાં ગત રોજ એક વિચિત્ર પ્લેન ઉડતું જોવા મળ્યું હતું. લગભગ અડધા કલાક સુધી આ પ્લેન આકાશમાં ઉડતું રહ્યું હતું. આ પ્લેનના છેડે એક બેનર બાંધેલું હતું. આ બેટરી સંચાલીત પ્લેન આકાશમાં ઉડતું જોઈ લોકોમાં કુતુહલ સર્જાયું હતું. જો કે આ પ્લેન કર્ણાટક ટુરિઝમનું હોવાનું અનુમાન છે.
ઉલ્લેખની છે કે આ પહેલા પણ ગત થોડા દિવસો પહેલા રાજ્યના ઉમરેઠ વિસ્તારમાં આકાશમાંથી ભારે ભરખમ ગોળા જેવી વસ્તુ પડતા લોકોમાં કુતુહલ મચ્યો હતો. ઉમરેઠના ખાનકૂવા ગામ નજીક ખેતરમાં આ ગોળા પડ્યા હતા. જે બાદ પોલીસ અને એફએસએલની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે આ ગોળા કોઈ સ્ટેલાઈટના ભાગ હોવાનું અનુમાન લગાવાયું છે.