સુરતના કતારગામ વિસ્તારમાં લગ્નમા જમ્યા બાદ 92 લોકોને ફૂડ પોઇઝનિંગ, 42 લોકોને તો હોસ્પિટલમા દાખલ કરવા પડ્યા

Gujarat

હાલ ચોમાસુ નજીક આવી રહ્યું છે. પરંતુ કેટલીક જગ્યાએ હજુપણ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં લગ્ન પ્રસંગે ફૂડ પોઇઝનિંગની ઘટના બની છે. જેમાં 90થી વધુ લોકોને એક સાથે અસર થતા દોડધામ મચી ગઈ. જમણવાર બાદ અચાનકથી જ લોકોની તબિયત લથડતા હંગામો મચી ગયો હતો.

સુરતના કતારગામના ઘનશ્યામ નગર ખાતે આવેલા નિત્યાનંદ ફાર્મમાં લગ્નનું આયોજન હતું. જેમાં ભોજન માટે 200થી વધુ લોકોને આમંત્રણ હતું. ત્યારે જમણવાર બાદ ફૂડ પોઇઝનને કારણે લોકો હેરાન થઈ ગયા છે. જમણવારમાં દૂધની વાનગીઓ, બંગાળી મીઠાઈ અને મકાઈની વાનગી પીરસવામાં આવી હતી.

આ લગ્નમાં 200 જેટલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે ફૂડ પોઇઝન થતાં મોટા ભાગના લોકોને ઝાડા ઉલટી શરૂ થઈ ગયા હતા. જેથી લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટના અંગે જાણ થતાં સુરત મનપાની ટીમ કામે લાગી ગઈ હતી અને લગ્નમા ઉપસ્થિત તમામ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.

લગ્ન પ્રસંગે ફૂડ પોઈઝન થતાં અનેક લોકોને તકલીફ થઈ હતી. સુરતના મનપાના અધિકારીના જણાવ્યાં અનુસાર ફૂડ પોઈઝનને કારણે 92 લોકોની તબિયત લથડી હતી. જેમાંથી 42 લોકો હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે અન્યની તબિયત હાલ સ્થિર છે. જમણવારને કારણે અનેક લોકોની તબિયત લથડતા દોડધામ મચી ગઈ હતી.

આ લગ્નમાં જમણવારની તમામ જવાબદારી RTC કેટરર્સને સોંપવામાં આવી હતી. ત્યારે લોકોને ફૂડ પોઇઝન થતાં તે કેટરર્સની જગ્યા પણ સીલ કરવામાં આવી છે. આ લગ્નમા લોકોએ ઓરિયો શેક, અંગુર રબડી તેમજ કેસર કુમકુમ નામની બંગાળી મીઠાઇ ખાધી હતી. જે હાલ ઘણા બધા લોકોની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે.

લોકોને ઝાડા ઉલટી થતાં દોડધામ મચી ગઇ હતી. મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઇઝન થતાં મનપા દ્વારા સ્થળ પર ઓપીડી શરૂ કરવી કરવામાં આવી હતી. એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આવી અસહ્ય ગરમીમાં દૂધમાંથી બનતી વાનગીઓ ખાવી જોખમી સાબિત થઇ રહી છે.

જેનું ઉદાહરણ કતારગામ વિસ્તારમાં યોજાયેલ એક લગ્ન પ્રસંગમાં જોવા મળ્યું. અનેક લોકોને ફૂડ પોઈઝન થતાં સ્થિતિ કફોડી બની ગઈ. હાલ 42 લોકો સામાન્ય સારવાર હેઠળ હોસ્પિટલમાં છે જ્યારે અન્યની તબિયત સારી છે. લગ્ન પ્રસંગે ફૂડ પોઈઝન થતાં તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. જો કે સમયસર સારવાર આપતાં લોકોની સ્થિતિ સારી છે.

Leave a Reply

Your email address will not be published.