કેટલીકવાર અવકાશમાંથી મોટી આફત આવી હોય છે. જે પૃથ્વી માટે આપત્તિજનક સાબિત થઇ શકે છે. ત્યારે હાલ નાસાએ અહેવાલ આપ્યો છે કે 27 મેના રોજ એક વિશાળ એસ્ટરોઇડ પૃથ્વીની ખૂબ નજીક આવશે. નાસાએ આ એસ્ટરોઇડને ‘સંભવિત ખતરનાક’ ની શ્રેણીમાં મૂક્યો છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે પૃથ્વીની નજીક આવનારો આ અત્યાર સુધીનો સૌથી મોટો એસ્ટરોઇડ છે.
નાસાના સેન્ટર ફોર નિયર અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝના અનુસાર એક વિશાળ એસ્ટરોઇડ 27 મેના રોજ પૃથ્વીની અત્યંત નજીકથી પસાર થવાનો છે. તે એસ્ટરોઇડ બુર્જ ખલીફાના કદ કરતા લગભગ બમણું અને કુતુબ મિનાર કરતા 24 ગણું મોટું છે. આ એસ્ટરોઇડ ખુબ જ વિશાળ છે.
Asteroid four times the size of the Empire State Building barreling toward Earth on May 27 https://t.co/gTe42nwqPZ
— Live Science (@LiveScience) May 22, 2022
જો કે ડર જેવી કોઈ વાત નથી. આ એસ્ટરોઇડને 7335 (1989 જેએ) નામ આપવામાં આવ્યું છે. જે પૃથ્વીથી લગભગ 40 લાખ કિલોમીટર દૂર હશે. આ અંતર પૃથ્વી અને ચંદ્રના સરેરાશ અંતર કરતા લગભગ 10 ગણું વધારે છે. જે 76 હજાર પ્રતિ કિલોમીટરની ઝડપે આગળ વધશે.
જો કે આ એસ્ટરોઇડના વિશાળ કદ અને પૃથ્વીથી તેના અંતરને જોતા નાસાએ તેને ‘સંભવિત ખતરનાક’ ની શ્રેણીમાં મૂક્યું છે. જેનો અર્થ એ છે કે જો ક્યારેય આ એસ્ટરોઇડની ભ્રમણ કક્ષામાં ફેરફાર થશે તો તે આપણા ગ્રહને એટલે કે પૃથ્વીને ભારે નુકસાન પહોંચાડી શકે છે. જેથી આ વિશાળ એસ્ટરોઇડ ક્યારેક ભયાનક પણ સાબિત થઈ શકે છે.
નાસાના જણાવ્યા અનુસાર 7335 (1989 જેએ) પૃથ્વીની નજીક આવનારો સૌથી મોટો એસ્ટરોઇડ છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ એસ્ટરોઇડ લગભગ 76 હજાર કિલોમટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યો છે. આ એસ્ટરોઇડ 23 જૂન 2055 પહેલા પૃથ્વીની નજીક નહીં આવે તેવી શક્યતા નથી.
આ એસ્ટરોઇડ 29 હજારથી વધુ NEO એટલે કે નિયર અર્થ ઓબ્જેક્ટ્સમાનો એક છે. જેને નાસા દર વર્ષે ટ્રેક કરે છે. નાસાના જણાવ્યા અનુસાર NEO એક ખગોળીય પદાર્થ છે જે પૃથ્વીની ભ્રમણકક્ષાના લગભગ 4.8 મિલિયન કિલોમીટરમા આવે છે. આમાંની મોટાભાગની વસ્તુઓ ઘણી નાની હોય છે. પરંતુ નાસાનું કહેવું છે કે 7335 (1989 જેએ) NEO કરતા 99 ટકા મોટો છે. જેથી ભયજનક છે.