ટિમ પ્લેઓફમાથી બહાર થયા બાદ ઘરે પહોંચ્યો શિખર ધવન, પિતાએ લાત મારીને શિખરને જમીન પર પછાડી દીધો

India

હાલ IPL 2022 મેચ ચાલી રહી હતી. શિખર ધવન આ સિઝનમાં પંજાબ માટે આઈપીએલમાં રમી રહ્યા હતા. પંજાબની ટીમ પ્લેઑફમાં ક્વોલીફાઈ કરી શકી નથી. પરંતુ શિખર ધવને પંજાબ માટે સારી ક્રિકેટ રમી. ધવને કુલ 14 મેચમાં 38ની સરેરાશથી 460 રન બનાવ્યાં હતાં. તેઓ આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં છઠ્ઠા નંબરે છે.

શિખર ધવનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં PBKS માટે ટુર્નામેન્ટ સમાપ્ત થયા પછી જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેમણે પિતાની નારાજગી સહન કરવી પડી. ધવનના પપ્પાએ પહેલાં તો તેને થપપ્પડ મારી અને પછી જમીન પર પાડીને લાતો મારવા લાગ્યા હતા. શિખર ધવનની ધુલાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

શિખર ધવને આ વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. ત્યારે આ વિડીયો જોઈને લોકો શિખર પ્રત્યે સહાનુભૂતિ બતાવવાની જગ્યાએ આ બાબતે હસી રહ્યા છે. જો કે આ વિડીયો માત્ર મસ્તી મજાકનો હિસ્સો છે. શિખરના પિતા અને પરિવારજનોએ માત્ર એક્ટિંગ કરી છે. તેઓ ઢિકાપાટું મારવાની માટે એક્ટિંગ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે શિખરના પિતાએ કાળા ચશ્મા પહેર્યા છે અને તેઓ શિખરને પહેલા થપ્પડ મારી રહ્યા છે અને ત્યારબાદ જમીન પર પાડીને તેને લાતો મારી રહ્યા છે. જો કે આ વિડીયો માત્ર કોમેડી માટે બનાવાયો છે. શિખર ધવનનો આ મજાકિયો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વીડિયો જોઈને હસી રહ્યા છે.

શિખરે આ વિડીયો પોતાના એકાઉન્ટ શેર કરવાની સાથે લખ્યું છે કે નોકઆઉટમાં ન પહોંચવા પર પિતાએ મને નોક આઉટ કરી દીધો. જો કે આ વીડિયોમાં એક પોલીસ પણ દેખાય છે. જે શિખરના પિતાને રોકવાનો બિલકુલ પ્રયાસ કરતા નથી. કારણ કે આ વિડીયો માત્ર કોમેડી માટે છે. આઇપીએલ બાદ આગામી નવ જૂન સાઉથ આફ્રિકાની સામે મેચની ટી-20 સિરીઝ રમાશે. જો કે આ સિરીઝમાં શિખર ધવનને ટીમમાં જગ્યા મળી નથી. આ સમાચારે દરેક લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

શિખર ધવનની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નથી. પરંતુ શિખર માટે હાલની સિઝન ખૂબ જ શાનદાર રહી છે. તેમણે 14 મેચમાં 122.74 સ્ટ્રાઇક રેટથી કુલ 460 બનાવ્યા હતા. શિખરે આ સિઝનમાં 47 ચોક્કા અને 12 છક્કા માર્યા છે. લોકો શિખર ધવનના ખુબ જ વખાણ કરી રહ્યા છે. શિખર ધવન સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનના લિસ્ટમાં છઠ્ઠા નંબર પર છે. શિખરનો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો માત્ર કોમેડી માટે બનાવાયો છે.

Leave a Reply

Your email address will not be published.