કાશ્મીર ફરવા ગયેલા સુરતના યુવકની કાર 1200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, નવ યુવકોના ઘટનાસ્થળે જ મોત

Gujarat

લોકો વેકેશનમાં જુદી જુદી જગ્યાએ ફરવા માટે જતા હોય છે. પરંતુ ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે જેને કારણે તેમની આ સફર અંતિમ સફર બીજી જતી હોય છે. હાલ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં કાશ્મીર ફરવા ગયેલા પર્યટકોની સફર તેમના જીવનની અંતિમ સફર બની છે. આ હિચકારો અકસ્માત કાશ્મીરમાં સર્જાયો છે.

કાશ્મીર શ્રીનગર રાષ્ટ્રીય માર્ગ પર જોજિલા પાસિંગ નજીક મંગળવારે મોડી રાત્રે એક દુર્ઘટના ઘટી છે. જેમાં એક વાન 1200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. જે દરમિયાન કુલ 9 લોકોના મોત થયા છે. જેમાં સુરતના 36 વર્ષીય યુવકનું કરૂણ મોત થયું છે. આ યુવકને બે બાળકો પણ છે. પરિવારના મોભીનું મોત થતાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામા મૃત્ય પામનાર સુરતમાં 36 વર્ષિય યુવકનું નામ અંકિત સંઘવી છે. અંકિત સંઘવી પોતે ટુર સંચાલક હતા. અચાનકથી વાન ખીણમાં ખાબકતા ટૂર સંચાલક સહિત 9 લોકોના મોત થયા છે. સુરતના યુવકના પરિવારમાં તેમના પત્ની, બે બાળકો, માતા-પિતા, એક બહેન અને એક ભાઈ છે. યુવકના મોતના પગલે બે બાળકો નોધારા થયા છે.

સમગ્ર ઘટના અંગે જાણ થતાં પોલીસે અંકિતના પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ અંકિતના ભાઈ અને પિતા દિલ્હી જવા માટે રવાના થયા છે. કારગીલથી સોનમર્ગ જતી વખતે 1200 ફૂટ ઉંડી ખીણમાં વાન ખાબકતા 9 લોકોના મોત થયા છે. ઉપરાંત એક 20 વર્ષીય યુવકને ગંભીર ઈજા થઈ છે. મૃતકોમાંથી 2 જમ્મુ કાશ્મીર રહેવાસી છે. જ્યારે બીજા પર્યટકો અન્ય રાજ્યોના રહેવાસી હતા.

અકસ્માત અંગે જાણ થતા શ્રીનગર પોલીસ અને બીઆરઓના બચાવ કર્મીઓ ઘટના સ્થળે દોડી. મંગળવારે રાતે સાત લોકોનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે બુધવારે સવારે અન્ય બે લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે. જેમાં એક વ્યક્તિ સુરતના અંકિત સંઘવી હોવાનું સામે આવ્યું છે. જેઓ પોતે ટૂર સંચાલક છે. આ 36 વર્ષીય યુવકને સંતાનમાં બે બાળકો છે.

ટૂર સંચાલક હોવાથી અંકિત જુદા જુદા રાજ્યમાં જતા હતા. ત્યારે અચાનક થી બનેલી આ દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે. પરિવારજનોને આ અંગે જાણ થતા તેઓ શોકમાં ડૂબી ગયા છે. 36 વર્ષીય અંકિત સંઘવી બે પુત્રોના પિતા છે. ત્યારે કાશ્મીરમાં 1200 ફૂટ ઊંડે વાન ખાબકતાં તેમનું દર્દનાક મોત થયું છે. આ ઘટનાને પગલે અંકિત સંઘવી ના બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટનાથી અંકિતના પરિવારજનોને ઊંડો આઘાત છે.

Leave a Reply

Your email address will not be published.