દેશભરમાં મેઘરાજાના આગમનની રાહ જોવાઇ રહી છે. દરેક જગ્યાએ ચોમાસુ ક્યારે શરૂ થશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. આમ તો સત્તાવાર રીતે ચોમાસુ બેસવાને હજુ વાર છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી હવામાનમાં પલટો આવતાં ચોમાસા જેવું વાતાવરણ છવાયું છે. ઉપરાંત કેટલીક જગ્યાએ હળવા છાંટા પડ્યા છે. જેથી ચોમાસુ ક્યારે શરૂ થશે તેવી ચર્ચો શરૂ થઈ છે. ત્યારે હવામાન વિભાગે નવું અપડેટ જાહેર કરી દીધું છે.
ગુજરાતના લોકો ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ખેડૂતો પણ મેઘરાજાના આગમનની રાહ જોઈને બેઠા છે. ત્યારે હવામાન વિભાગે નવું અપડેટ જાહેર કર્યું છે. જે મુજબ આગામી 29 મે સુધી રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. અનેક વિસ્તારોમાં વરસાદી પવન ફૂંકાઈ રહ્યા છે. જેથી વરસાદની રાહ જોવાઇ રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મે મહિનાના અંત સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા એન્ટ્રી કરશે. આ સાથે જ લોકોને ગરમીમાંથી છુટકારો મળશે. જો કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 8 જૂન બાદ વરસાદનું આગમન થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જૂન સુધીમાં રાજ્યમાં સત્તાવાર ચોમાસું બેસી જશે.
હવામાન વિભાગના નવા અપડેટ અનુસાર મે મહિનાના અંત સુધીમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. કેટલાક વિસ્તારોમાં 29 મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 29 તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી છે. કારણ કે દરિયાઇ વિસ્તારોમાં 60 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે દરેક જગ્યાએ વરસાદી પવન ફૂંકાઇ રહ્યા છે. કેટલીક જગ્યાએ તો હળવા ઝાપટાં પડયા છે. ત્યારે 10 જૂન સુધીમાં ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમસાનું આગમન થઈ જશે. ગુજરાતમાં પણ 15 જૂન સુધીમાં ચોમાસાનો વરસાદ આવવાની શક્યતા રહેશે આ વર્ષે સત્તાવાર રીતે ચોમાસુ થોડુ વહેલું આવી જશે. જેથી ખેડૂતોના પાક સારા થશે.