ભાર વાળુ ભણતર, ધોરણ 12 સાયન્સમા બે વિષયમા નાપાસ થતા વિદ્યાર્થીનીએ ઘરે પંખા સાથે લટકાઈ જીવન ટૂંકાવી દીધુ

Gujarat

રાજ્યમાંથી અવાર નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવતા હોય છે. જેમાં કેટલીક વાર લોકો આર્થિક પરિસ્થિતિને કારણે જીવન ટૂંકાવતા હોય છે. તો કેટલીકવાર વિદ્યાર્થીઓ પણ ખરાબ પરિણામ આવતાં નાસીપાસ થઈ જતાં હોય છે અને ન કરવાનું કરી બેસતા હોય છે.

હાલ ગુજરાતમાથી એક હિચકારો બનાવ સામે આવ્યો છે. જેમાં 12 સાયન્સની વિદ્યાર્થીનીએ બે વિષયમા નાપાસ થતાં જીવન ટૂંકાવ્યુ છે. હાલ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. બોર્ડની પરીક્ષા ખૂબ જ અઘરી હોય છે. જેથી વિદ્યાર્થીઓ ખુબ જ મહેનત કરે છે.

જો કે કડી મહેનત કરવા છતાંપણ કેટલાક વિદ્યાર્થીઓ નાપાસ થઈ જતા હોય છે. ત્યારે ખરાબ પરિણામ જોઈને વિદ્યાર્થીઓ અવળા પગલાં ભરતા હોય છે. આવો જ કિસ્સો ગુજરાતમાં બન્યો છે. ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ આવતાં નાંદોદ તાલુકાના વાવડી ગામે રહેતી વૃંદા પટેલે આપઘાત કર્યો છે.

વૃંદા પટેલ બે વિષયમાં નાપાસ થઈ હતી. ત્યારે ખરાબ પરિણામ જોઈને વૃંદાએ ઘરે પંખા ઉપર ઓઢણીથી ફાંસો ખાઈ લીધો અને જીવન ટૂંકાવી દીધું. પરિવારજનોને આ ઘટના અંગે જાણ થતા તુરંત જ વિદ્યાર્થીનીને સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ પોલીસે વિદ્યાર્થીનીનો મૃતદેહ તેના પરિવારને સોંપી દીધો છે. આ બનાવથી પરિવારમાં શોક છવાયો છે. વિદ્યાર્થીનીનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીએ 12 સાયન્સનું પરિણામ ખરાબ આવતા આવું પગલું ભર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.