વરસાદના આગમન પહેલા ઉચ્ચ ગાંધીનગરમા અધિકારીઓનો બેઠક યોજાઈ, જાણો ક્યારે કરશે ગુજરાતમાં ચોમાસુ બેસવાની આગાહી

Weather

રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઇ ગઈ છે. કેરળમાં ચોમાસુ પહોચ્યાના થોડા દિવસ બાદ જ ગુજરાતમાં ચોમાસુ બેસશે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા આગામી ચોમાસાની તકેદારી રૂપે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજ્યમાં વરસાદ, વાવાઝોડા અને પૂરની સ્થિતિની અંગે રાહત તથા બચાવની કામગીરી અંગે વહીવટી તંત્રએ સાવચેતી પૂર્વક આયોજન કરવું પડશે. આ ઉપરાંત પંકજ કુમારે જણાવ્યું હતું કે, રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વરસાદ સહિત અન્ય કામગીરીના ડેટા કલેકશન અંગેના રિપોર્ટનું ખાસ ફોર્મેટ બનાવવું જેથી તમામ માહિતી એક સમાન રીતે જળવાઈ રહે.

આ ઉપરાંત બેઠકમાં જણાવ્યા આવ્યું હતું કે, કેરળમાં ચોમાસુ બેસ્યના 48 કલાક બાદ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ અંગે આગાહી કરવામાં આવશે. રાજ્યના હાવમાં વિભાગ દ્વારા વરસાદની સ્થિત અંગે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. હાલ રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસથી વહેલી સવારે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગના છુટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટા નોંધાયા છે. ભારતીય હાવમાં વિભગના જણાવ્યા અનુસાર આ મહિનાના અંત સુધીમાં કેરળમાં ચોમાસુ બેસી જવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.