જાણીને તમારી આંખમાંથી આસુ સરી પડશે એકનો એક કમાનાર દીકરો પથારીવશ થઇ ગયો, કંટાળીને મને એમ થાય છે કે ઘર છોડીને ભાગી જાઉં

Story

સુરતના સરથાણા વિસ્તારમા આજથી ત્રણ વર્ષ પહેલા થયેલા તક્ષશિલા અગ્નિ કાંડમા અનેક કુમળા બાળકો મોતને ભેટ્યા હતા. આ બનાવે લોકોને ધ્રુજાવી દીધા હતા. આ દરમિયાન જતીન નાકરાણી નામના યુવકે પોતાના જીવના જોખમે અનેક લોકોના જીવ બચાવ્યા હતા. પરંતુ અનેક બાળકોના જીવ બચાવનાર યુવકનુ જીવન આજે અધમૂવા જેવુ થઇ ગયું છે. જતીનને પોતે જ ખબર નથી કે તે દિવસે શુ થયુ હતુ.

24 મે, 2019 ના દિવસે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં ભયંકર આગ લાગી હતી. જેમા 22 કુમળા વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા. આ દરમિયાન જતીન નાકરાણી નામના યુવકે અનેક બાળકોના જીવ બચાવ્યા હતા. પરંતુ જ્યારે આગ બેકાબૂ બની ત્યારે પોતાના જીવને બચાવવા બિલ્ડિંગ પરથી કૂદકો મારતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ દરમિયાન તેમણે યાદશક્તિ ગુમાવી દીધી. આ કરૂણ ઘટના જ્યારે પણ જતીનને યાદ આવે છે ત્યારે તેઓ બેકાબૂ થઈ જાય છે અને તેમને સંભાળવા મુશ્કેલ બની જાય છે. આ ઘટના અંગે જણાવતા જતીનના પિતા કહે છે કે જતીને કૂદકો માર્યો ત્યારે એક પગથિયા પર તેનું માથું આવ્યુ અને બીજા પગથિયા પર તેમનો હાથ આવ્યો.

જેથી તેમના હાથના ચાર ટુકડા થઈ ગયા. જતીન જ્યાં પડ્યો હતો ત્યાં લોહીના ખાબોચિયાં ભરાઇ ગયા હતા. જતીનના પિતા જણાવે છે કે આ ઘટના બાદ તેને મહાવીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સાતમા દિવસે તેમણે થોડો હાથ હલાવ્યો ત્યારે અમને લાગ્યું કે તેનામાં જીવ છે. ત્યાં સુધી જીવ હોય તેવું લાગતું જ નહોતુ.

જતીનના પિતા જણાવે છે કે અમે ઘણો સમય મહાવીર હોસ્પિટલમાં રહ્યા. પરંતુ સારવાર થવા છતાં પણ ફેરફાર દેખાયો નહીં. તેથી અમે હોસ્પિટલ બદલવાનું નક્કી કર્યું. ત્યારબાદ તેને અમદાવાદ હોસ્પિટલમાં એડમીટ કર્યા. જ્યાં તેમની સારવાર થઈ. જો કે હજુ પણ જતીનનું એક ઓપરેશન કરવાનું બાકી છે. જેમાં 10 થી 15 લાખ રૂપિયાનો ખર્ચ થાય એમ છે. કારણ કે તેનું મગજ ખોલાવવું પડે એમ છે.

અનેક બાળકોનો જીવ બચાવનાર જતીન પર જ તેમનું ઘર ચાલતુ હતુ. ત્યારે હાલ કોઈપણ કમાવનારુ ન હોવાને કારણે તેમના પરિવાર પર આર્થિક સંકટ ઊભું થયુ છે. જતીનના પિતા કહે છે કે અમે લોન લઈને મકાન ખરીદ્યુ હતુ. ત્યારે હાલ આવી પરિસ્થિતિ સર્જાતા ખાવાના પણ વાંધા પડી રહ્યા હોવાથી લોન નથી ભરી શકતા. જેથી બેંક વાળા એકવાર સીલ પણ મારી ગયા હતા. જે ઓળખાણ કર્યા બાદ ખોલાવવામાં આવ્યુ.

જતિનભાઈના પિતા કહે છે કે આજે અમે જે પરિસ્થિતિ માથી પસાર થઈ રહ્યા છીએ તેનું વર્ણન કરી શકાય તેમ નથી. તેઓ કહે છે જે જતીન આખા પરિવારમા સારો અને હોશિયાર હતો. તેઓ કહે છે કે જતીન કોલેજ કરતો હતો ત્યારથી જ સાઈડમાં કામ કરવા લાગ્યો હતો. જેથી મારે ક્યારેય પણ તેને કામ પર લાગવાનુ કહેવુ પડ્યુ નથી.

જતીનના પિતા કહે છે કે જ્યારે આગ લાગી ત્યારે જતીન વિદ્યાર્થીઓને કહેતો હતો કે જો આગ લાગે તો આવી રીતે બુઝાવવાની. એટલી વારમાં તો આગે રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ. જેથી જતીને ક્લાસના વિદ્યાર્થીઓને બચાવવાનુ શરૂ કયું. ત્યારબાદ ત્રીજા માળેથી પાંચ વિદ્યાર્થીઓને બચાવ્યા. પછી ચોથા માળે જઈને દરવાજો ખોલાવ્યો. પરંતુ ત્યા સુધીમા આગ વિકરાળ બની ગઈ.

બચવાનો કોઈ ઉપાય ન રહેતા જતીન અને ભાર્ગવે મળીને બારીના કાચ તોડી નાખ્યા. જેથી ત્યાંથી કૂદી કૂદીને વિદ્યાર્થીઓ નીચે પડવા લાગ્યા. આ દરમિયાન જતીને અનેક બાળકોને નીચે ઉતારવામાં મદદ કરી હતી. પરંતુ છેલ્લે આગ વધુ ભયાનક બનતા તેમણે નીચે કૂદકો માર્યો. આ દરમિયાન તેમને ખુબ જ ગંભીર ઈજા થઈ. જેથી તેઓ સુધબુધ ખોઈ બેઠા. જતીનના પિતા કહે છે કે હવે તો મને એમ થાય છે કે ઘર છોડીને ભાગી જાવ એટલો કંટાળી ગયો છુ.

Leave a Reply

Your email address will not be published.