રાજકોટના આ યુવકે પોતાની નવી ફોરચ્યુરની નંબર પ્લેટ લેવા માટે ખર્ચ્યા અધધ આટલા લાખ રૂપિયા, જાણીને તમારી આંખો પહોળી થઈ જશે

Gujarat

લોકો નવા વાહનો ખરીદે છે. ત્યારબાદ સામાન્ય રીતે આરટીઓમાંથી જે નંબર પ્લેટ આવે તે મળે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી લોકોમાં પોતાની મનપસંદ નંબર પ્લેટ લેવામો ક્રેઝ વધ્યો છે. આ માટે લોકો કેટલાક પૈસા ખર્ચે છે અને ખાસ નંબર પ્લેટ ખરીદે છે. ત્યારે હાલ ગુજરાતના ગોંડલના એક વ્યક્તિએ ફોર્ચ્યુનર કાર ખરીદી છે. જેમાં તેમણે સ્પેશિયલ નંબર પ્લેટ ખરીદી છે.

ગુજરાતના આ વ્યક્તિની દરેક જગ્યાએ ચર્ચાઓ થઈ રહી છે. તેમણે એક એવી નંબર પ્લેટ ખરીદી છે જે ચર્ચાનો વિષય બની ગઈ છે. ગાડીની નંબર પ્લેટમાં આ યુવકે તેમના મનપસંદ 9 નંબર માટે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા હતા. કેટલીકવાર કોઈ વાહનોની ખાસ નંબર પ્લેટ માટે હરાજી થતી હોય છે. ત્યારે આ હરાજીમાં જે વ્યક્તિ સૌથી વધારે બોલી લગાવે છે તેમને નંબર પ્લેટ મળતી હોય છે.

ત્યારે આવી હરાજીમાં જે લોકો ભાગ લેતા હોય છે તેઓ ઓનલાઇન ભાવ બોલતા હોય છે. જે સૌથી વધુ રકમની બોલી લગાવે તેને તેની પસંદનો નંબર ઇશ્યૂ કરવામાં આવે છે. પોતાના લકી નંબર માટે ઘણા લોકો આવી બોલી લગાવતા હોય છે. ત્યારે હડતમાળા ઇન્ડસ્ટ્રીમાં ફેક્ટરી ધરાવતા કૌશિક સોજીત્રાએ ખાસ નંબર પ્લેટ માટે લાખો રૂપિયા ખર્ચ્યા છે. તેઓ ગોંડલની ખોડલધામ સોસાયટીમાં રહે છે.

એક અહેવાલ અનુસાર કૌશિક ભાઈને પોતાની નવી ખરીદેલી ગાડીમાં તેમનો મનપસંદનો નંબર લગાવવો હતો. તેમણે રાજકોટ સહિત અન્ય આરટીઓમાં તપાસ કરી હતી.જે બાદ તેમને જાણવા મળ્યું હતું કે હમણાં નવી સીરીઝ ખૂલે એમ નથી. જે બાદ તેઓ તપાસ કરતા ગાંધીનગર આરટીઓ સુધી પહોંચી ગયા હતા. તેમણે પોતાની ફોરચુનર ગાડી માટે GJ 18 BR 0009 નંબરની HSRP પ્લેટ લગાવવા માટે લાખો રૂપિયા ખર્ચ્યા.

કૌશિકભાઇ જણાવે છે કે તેઓ 9 નંબરને તેમના માટે લકી નંબર માને છે. તેમણે કહ્યું કે કે 9 નંબર મારા માટે ખૂબ લકી છે. જેથી તેમની ગાડી માટે ખાસ નંબર લેવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું કે આગામી વર્ષોમાં તેઓ જે કોઈ વાહન ખરીદશે તેના પર 9 નંબર લેવાય તેવો પ્રયત્ન કરશે.

કૌશિકભાઇ એ 10 લાખ 21 હજાર રૂપિયા આરટીઓમાં બિડિંગ કર્યું છે. જેનું એપ્રુવલ મળી ગયું છે. હવે તેમની નવી ફોર્ચ્યુનર ગાડીમાં GJ 18 BR 0009 નંબરની HSRP પ્લેટ લાગી જશે. ઘણા બધા લોકો એવા હોય છે જે પોતાની લકી નંબર, પોતાની જન્મ તારીખ કે કોઈ સ્પેશિયલ દિવસને ધ્યાનમાં રાખીને ખાસ નંબર પ્લેટ ખરીદે છે. ત્યારે ગુજરાતના આ વ્યક્તિએ પોતાની ખાસ નંબર પ્લેટ માટે લાખો રૂપિયા ખર્ચ્યા છે જેથી તેઓ ચર્ચાનો વિષય બની ગયા છે.

Leave a Reply

Your email address will not be published.