સવજીભાઈ ધોળકીયા વિશે સૌ કોઈ જાણે છે. થોડા સમય પહેલાં જ તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. સવજીભાઈ ધોળકીયા ગુજરાતના ડાયમંડ કિંગ તરીકે ઓળખાય છે. સવજીભાઈ તેમના કાર્યને લઇને અવાર નવાર ચર્ચામાં હોય છે. ત્યારે હાલ તેમણે એક મોટી સહાયતા કરીને લોકોના દિલ જીતી લીધા છે. હાલ દરેક જગ્યાએ લોકો તેમની ચર્ચા કરી રહ્યા છે.
સવજીભાઇ ધોળકિયા હરિકૃષ્ણ ગ્રૂપના ચેરમેન છે. તેઓ ઘણીવાર તેમની કંપનીના કર્મચારીઓને ભેટ માં મોંઘી કાર અને મકાન સહિત કેટલીક કિંમતી વસ્તુઓ આપતા હોય છે. તેમના સેવાના કાર્યએ લોકોના દિલમાં એક વિશેષ જગ્યા બનાવી લીધી છે. ત્યારે હાલમાં જ તેમણે એક મોટી જાહેરાત કરે છે. જેના કારણે તેઓ ચર્ચામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર હરેકૃષ્ણ ડાયમંડ કંપની દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં તેમને ત્યાં નોકરી દરમ્યાન જો કોઈ કર્મચારીનું અવસાન થાય તો કંપની દ્વારા કર્મચારીઓની 58 વર્ષની નિવૃત્તિની વય મર્યાદા સુધી તેમના પરિવારને દર મહિને પગાર આપવામાં આવશે. આવું કરવા પાછળ એક માત્ર કારણ છે કે પરિવારને તેમના સભ્ય ગુમાવવાનું દુખ તો થાય જ છે પરંતુ તેમને આર્થિક સહાય મળી શકે. જેથી આર્થિક પરિસ્થિતિના કારણે પરિવાર નબળો ન બને.
હરેકૃષ્ણ ગ્રુપ દ્વારા વર્ષ 2022 દરમિયાન આ યોજના શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં બે કર્મચારીના પરિવારજનોને આ યોજનાનો લાભ મળ્યો છે. જ્યારે આગામી સમયમાં જો કોઈ કર્મચારીનું અવસાન થશે તો તેમના પરિવારને કર્મચારીની 58 વર્ષની નિવૃત્તિની વય મર્યાદા સુધી તેમના પરિવારને પગાર આપવામાં આવશે. પરિવાર પર આર્થિક સંકટ ન આવે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત જો કોઈ કર્મચારીને તેમના વતનમાં મકાન બાંધવા માટે પૈસા જોતા હોય તો પાંચ વર્ષ માટે વિના વ્યાજે પાંચ લાખ રૂપિયાની લોન આપવાનું પણ જાહેર કરાયું છે. થોડા સમય પહેલા કોરોના મહામારી દરમિયાન અનેક લોકો પોતાના વતન જતા રહ્યા હતા. જ્યારે કેટલાક લોકોને મકાન ન હોવાથી તેમના સગા સંબંધીઓને ત્યા રહેવું પડતુ હોય છે.
આ બાબતે વિચાર કરીને કર્મચારીની મદદ થાય તે હેતુથી હરેકૃષ્ણ ગ્રુપ કર્મચારીને વતનમાં મકાન બાંધવા પર વિના વ્યાજે લોન આપવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. હરેકૃષ્ણ ગ્રુપ દ્વારા કંપનીમાં કામ કરતા તમામ કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવાનો આદેશ કર્યો છે. હેલ્મેટ વગર કંપનીના કમ્પાઉન્ડમાં કોઈપણ કર્મચારીને પ્રવેશ આપવામાં આવશે નહીં.
હરેકૃષ્ણ ગ્રુપ દ્વારા કર્મચારીઓને કંપનીમાં કામ કરતી વખતે કોઈપણ જાતનું વ્યસન ન કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. ઉપરાંત વ્યસન ન છોડી શકે તેમણે કંપની છોડી દેવી એવું સૂત્ર પણ આપવામાં આવ્યું છે. હરે કૃષ્ણ ગ્રુપના નવા નિયમોથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. ખરેખર સવજીભાઇ ધોળકિયાએ સેવાના કાર્યો કરીને અનેકવાર લોકોના દિલ જીત્યા છે.