સુરત સરથાણા જમીન દલાલ આત્મહત્યા કેસમા ચોંકાવનારો ખુલાસો, આ કારણથી જમીન દલાલે પોતાની જ રિવોલ્વરથી ટૂંકાવી લીધુ જીવન

Gujarat

રાજ્યભરમાથી અવારનવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે. લોકો નાના મોટા કારણથી આત્મહત્યા કરી લેતા હોય છે. કેટલાક લોકો માનસિક તણાવને કારણે આવુ પગલુ ભરતા હોય છે. ત્યારે હાલ સુરતમાથી આત્મહત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમા જમીન દલાલે રિવોલ્વરથી પોતાના પેટમા ગોળીઓ ધરબી દીધી હતી. આ ઘટનાનુ કારણ જાણીને તમને ઝટકો લાગશે.

એક ન્યુઝ ચેનલના અહેવાલ અનુસાર સરથાણા વિસ્તારમાં 60 વર્ષના વૃદ્ધે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી પોતાના પેટમા ગોળી ધરબીને આપઘાત કરી લીધો છે. ચકચારી ઘટનાની ઠેર ઠેર ચર્ચાઓ થઈ રહી છે. ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં યોગી ચોક નજીક આવેલા સન સ્ટાર સિટી રો હાઉસમાં રહેતા બાલુભાઇ નામના આધેડે આત્મહત્યા કરી લીધી છે.

બાલુભાઈ છેલ્લા ઘણા સમયથી અનેક બીમારીઓથી પીડાઈ રહ્યા હતા. તેમના દીકરાઓ વિદેશમાં રહેતા હતા. બાલુભાઈ તેમની પત્ની સાથે યોગીચોક વિસ્તારમાં આવેલા સન સ્ટાર સિટી રો હાઉસમાં રહેતા હતા. તેઓ દરરોજ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓ માટે દવા લેતા હતા. છેલ્લા ઘણા સમયથી અનેક બીમારીઓની સામે ઝઝૂમી રહ્યા હતા.

આ બીમારીએ બાલુભાઇનો ભોગ લીધો. તેઓ બીમારીને કારણે તણાવમાં રહેતા હતા. ત્યારે માનસિક રીતે પરેશાની અનુભવતા આખરે કંટાળીને તેમણે આકરું પગલું ભરી લીધું. બીમારીથી માનસિક રીતે કંટાળીને 60 વર્ષીય જમીન દલાલે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી પોતાની પેટમાં ગોળીઓ ધરબી દીધી.

ઘણા બધા લોકો બીમારીથી પીડાતા હોય છે. છતાપણ લોકો સહન કરી લેતા હોય છે. પરંતુ સહનશકિત પૂરી થતાં સુરતના 60 વર્ષમાં આધેડ બીમારીથી હારી ગયા. આખરે તેમણે બીમારીથી કંટાળીને આવું પગલુ ભરી લીધુ. ત્યારે આ ઘટનાથી ચકચાર મચી ગયો છે. બાલુભાઇએ માનસિક રીતે કંટાળીને પોતાના પેટમાં ગોળીઓ ધરબી દીધી.

ઘટના બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે હોસ્પિટલમાં હાજર ડોક્ટરોએ બાલુભાઇને મૃત જાહેર કરી દીધા. આ ઘટનાથી તેમના પરિવારજનોમાં આક્રંદ છવાયો છે. આ જમીન દલાલે એક સ્યુસાઇડ નોટ પણ લખી હોવાનું સામે આવ્યું છે. જેમાં તેમણે સ્પષ્ટ લખ્યું હતું કે મને કે ચેન પડતુ નથી, કંટાળી ગયો છુ અને તેથી મે આવું પગલુ ભર્યુ છે.

બીમારીથી કંટાળી ગયેલા વૃદ્ધે લખ્યુ હતુ કે મારા આ પગલાથી કોઈને દુખ લાગ્યું હોય તો હુ માફી માગું છુ. ઉપરાંત તેમણે લખ્યું હતું કે છેલ્લા 20 દિવસથી મારા બા દુખી થાય છે. જેને જોઈને મને પણ બહુ થાય છે. આમ એક સ્યુસાઈડ નોટ લખી તેમણે રિવોલ્વરથી પોતાના પેટમા ગોળીઓ ધરબી દીધી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ પહોચી ગઈ હતી. જે બાદ લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. જો કે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.