આગામી 48 કલાકમાં ભારતમા કેરળથી નેઋત્યનું ચોમાસુ બેસી જવાની પૂર્ણ શક્યતાઓ છે. દરમિયાન ગુજરાતમાં પણ આ અઠવાડિયાથી પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ ગઈ છે. કેરળમાં ચોમાસુ બેસ્યા બાદ વાતાવરણની સ્થિતિ કેવી રહે છે તેના આધારે ગુજરાતમાં ચોમાસુ બેસવાની તારીખ જણાવવામાં આવશે.
દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાના આગમનની સ્થિત કેવી રહેશે તે અંગે આગાહી કરી છે. એક ન્યુઝ ચેનલના અહેવાલ મુજબ આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં ચોમાસાના આગમનો વરસાદ સારો રહેશે. માધ્ય ગુજરાતમાં અમદાવાદ, ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, પશ્ચિમ થતા ઉત્તર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને આહવામાં ચોમાસાના આગમનનો વરસાદ સારો રહેશે. આ ઉપરાંત રાજ્યભરમાં ચોમાસુ સારું રહેશે.
ઉલ્લેખનીય છે દર વર્ષે કેરળમાં જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં ચોમાસુ બેસતુ હોય છે. દરમિયાન આ વર્ષે મે મહિનાના અંતમાં જ કેરળમાં ચોમાસુ બેસવાની શક્યતા છે. ત્યારે આ વર્ષે કેરળમાં ચોમાસુ વહેલું બેસ્ટ દેશના અન્ય વિસ્તારોમાં પણ ચોમાસુ વહેલું બેસે તેવી શક્યતાઓ છે.
જો કે કેરળમાં ચોમાસુ પહોંચ્યા બાદ વરસાદી પવનોને અનુકૂળ વાતાવરણ મળે છે કે નહીં તેના આધારે અન્ય રાજ્યોમાં ક્યારે ચોમાસુ પહોંચશે તેની આગાહી કરવામાં આવશે. હાલ 15 જુનની આસપાસ ગુજરાતમાં ચોમાસુ પહોંચી જાય તેવી શક્યતાઓ જાણી રહી છે.