ગુજરાતમા એક જ દિવસમા અલગ અલગ જગ્યાએ ત્રણ બસના અકસ્માત, હાઇવે લોકોની ચિચિયારી ગુંજી ઉઠ્યો

Gujarat

રાજ્યમાં એક જ દિવસમાં ત્રણ અલગ અલગ અકસ્માતની ઘટનાઓ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. એક જ દિવસમાં હાઇવે પર ત્રણ અકસ્માત થતા ભારે ચર્ચા જાગી છે. એક અકસ્માત પાટણમાં, બીજો અકસ્માત નર્મદામા અને ત્રીજો અકસ્માત અમદાવાદ મહેસાણા હાઇવે પર થયો છે.

અમદાવદ મહેસાણા હાઇવે પર ભાસરીયા ચોકડી નજીક એક ખાનગી લકઝરી બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી. આ અકસ્માતમાં 14 લોકોને સામાન્ય ઇજા પહોચી છે. અકસ્માતમા ઘાયલ લોકોને અમદાવાદ તથા મહેસાણા સારવાર માટે ખસેડવામા આવ્યા છે.

બીજો અકસ્માત નર્મદાથી અંકલેશ્વર જઈ રહેલ એસટી બસને નડ્યો છે. બાઈક ચાલકને બચાવવા જતા એસટી બસના ચાલકે બસ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ઘાયલોને નજીકની હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે.

અન્ય એક અકસ્માત મુન્દ્રાથી રાજસ્થાન જઈ રહેલી બસને નડ્યો છે. પટેલના સાંતલપુર હાઇવે પર બસ જઈ રહી હતી ત્યારે રસ્તા પર ઉભેલા વાહન સાથે બસ અથડાઈ હતી. અકસ્માત બાદ ઘાયલોને નજીકની હોસ્પિટલે ખસેડવામા આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.