હવામાન વિભાગની આગાહી, આગામી ત્રણ દિવસ આ વિસ્તારોમા વરસાદની સંભાવના

Weather

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. આ વચ્ચે સુરત, નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડ્યા છે. જો કે છેલ્લા બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન ફૂંકાતા વરસાદની આશા જાગી છે. ત્યારે હવામાન વિભાગે નવું અપડેટ આપ્યું છે.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યામાં છેલ્લા એક અઠવાડિયાથી પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વાતાવરણમાં પલટો આવતા સૌરાષ્ટ્રનો દરિયો તોફાની બન્યો છે. ત્યારે માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદની રાહ જોવાઇ રહી છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાઓ તો વરસાદ પણ પડ્યો છે. જેના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે. ત્યારે હવામાન વિભાગે આગામી 30 તારીખ સુધી રાજ્યમા હળવા વરસાદની આગાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં તોફાની પવન ફૂંકાતા દરિયો ગાંડોતૂર બન્યો છે. જેના પગલે માંગરોળ બંદર પર તમામ બોટને પરત બોલાવી લેવાઈ છે. ઉપરાંત માછીમારોને આગામી બે દિવસ સુધી દરીયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. ફિશરીઝ વિભાગે માછીમારી કરવા જતા માછીમારોને ટોકન આપવાનું બંધ કર્યું છે. કારણે કે હવામાન વિભાગના મતે દરિયામા અચાનક 60 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ 28, 29 અને 30ના રોજ રાજ્યમાં પવનગતિમાં વધારો થશે. જેથી આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આ સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં તોફાની પવન ફૂંકાઇ રહ્યો છે. જેના કારણે કેરીનો પાક પણ ખરી પડે છે. ત્યારે વાતાવરણમાં પલટો આવતાં વરસાદની રાહ જોવાઇ રહી છે. ઉપરાંત છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણનો મિજાજ બદલાતા દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે અને મોડી રાત્રે હળવા છાંટા પડ્યા હતા. ત્યારે હવામાન વિભાગે 30 મે સુધી રાજ્યના છુટાછવાયા વિસ્તારોમા હળવા વરસાદની આગાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published.