જો ગુજરાત ટાઇટન્સ આજે IPL ની ફાઇનલ મેચ જીતશે તો મળશે અધધ આટલા કરોડ રૂપિયા, બનશે આ ઇતિહાસ

Gujarat

ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની 2022 આજે ફાઇનલ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટાઇટલ માટે જંગ જામશે. ગુજરાત માટે તેમના હોમ ગ્રાઉન્ડ પર ટ્રોફી જીતવી એ એક શાનદાર ક્ષણ રહેશે. ગુજરાત ટાઇટન્સે પોતાની પ્રથમ સીઝનમાં જ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

જો આજે ગુજરાત ફાઇનલમાં જીતી જાય તો ટીમને 20 કરોડ રૂપિયા મળશે અને હારી જાય તો ટીમને 13 કરોડ રૂપિયા મળશે. ટુર્નામેન્ટમાં માત્ર પ્રથમ નંબર પર આવનારી ટીમને જ નહિ પરંતુ બીજા નંબરે આવતી ટીમને પણ કરોડો રૂપિયા મળે છે. ઉપરાંત ત્રીજા અને ચોથા નંબરે આવતી ટીમને પણ પૈસા મળે છે. જેથી સાત વિકેટથી હારી ગયા છતાંપણ RCB ને સાત કરોડ રૂપિયા મળશે.

આ ઉપરાંત ચોથા નંબરે રહેલી લખનૌ સુપર જાયન્ટ્સને સાડા છ કરોડ રૂપિયા મળશે. હાલ IPL 2022મા ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ ફાઈનલ સુધી પહોંચી છે. ત્યારે પર્પલ કૅપ અને ઑરેન્જ કૅપ જીતનારા ખેલાડીઓને 15-15 લાખ રૂપિયા મળશે. જ્યારે ઇમર્જિંગ પ્લેયરનો ખિતાબ મેળવનારા ખેલાડીને 20 લાખ રૂપિયા મળશે. આ સિઝનની આજે મોદીની ઉપસ્થિતિમાં ફાઇનલ રમાશે.

આ સીઝનમાં વિજેતા ટીમને 20 કરોડ રૂપિયાનું ઈનામ મળશે. ગુજરાત ટાઇટન્સ પોતાની પ્રથમ સિઝનમાં જ ફાઈનલ સુધી પહોંચી ગયું છે. ત્યારે મેચ જીતશે તો 20 કરોડનું ઇનામ મળશે. આજે અમદાવામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમાશે. ત્યારે ગુજરાત માટે તેના હોમ ગ્રાઉન્ડ પર ટ્રોફી જીતવી એ શાનદાર ક્ષણ ગણાશે. આજે ફાઈનલ મેચ ગુજરાતની ધરા પર રમાશે.

Leave a Reply

Your email address will not be published.