તક્ષશિલા અગ્નિકાંડના રિયલ હીરો જતીન નાકરાણી પર મદદનો વરસાદ, હવે ભાજપ પ્રમુખ સી આર પાટીલે આપ્યા આટલા લાખ રૂપિયા

Gujarat

સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં અનેક બાળકોનો જીવ બચાવનાર જતીન નાકરાણીની શારીરિક અને આર્થિક સ્થિતિ હાલ ખૂબ જ ખરાબ છે. જતીન નાકરાણીએ દેવદૂત બનીને 14 બાળકોના જીવ તો બચાવ્યા પરંતુ કમનસીબે તેઓ પોતાની હાલત સાંભળી શક્યા નહી અને ખુબ જ ઈજાગ્રસ્ત થયા. જતીને પોતાના જીવના જોખમે અનેક લોકોના જીવ બચાવ્યા. પરંતુ આગ બેકાબૂ બનતા તેમણે કૂદકો માર્યો અને ગંભીર ઈજા પહોંચતા તેમની શારીરિક અને આર્થિક સ્થિતિ કફોડી બની ગાઈ.

તક્ષશિલા અગ્નિકાંડમાં દેવદૂત બનીને અનેક બાળકોના જીવ બચાવનાર જતીન અને તેમના પરિવારની પરિસ્થિતિ હાલ ખુબ જ ખરાબ છે. ત્યારે જતિનના ઈલાજ માટે અને તેમના પરિવારની આર્થિક મદદ માટે અનેક લોકો સામે આવ્યા છે. અત્યાર સુધીમાં જતીનના પરિવારને 20 લાખ રૂપિયા કરતાં વધારે સહાય મળી છે.

લોકોએ તક્ષશિલા અગ્નિકાંડના રિયલ હીરો એવા જતીન નાકરાણીને ફૂલ નહી તો ફૂલની પાંખડી રૂપે સહાય કરીને માનવતા મહેકાવી છે. ત્યારે હવે ખુદ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ C.R પાટીલ પણ જતિનની વ્હારે આવ્યાં છે. તેમણે જતીનના પરિવારની મુલાકાત લીધી અને જતિનને રૂપિયા 5 લાખની સહાય કરી છે. અનેક બાળકોનો જીવ બચાવતી વખતે જતીનની શારીરિક સ્થિતિ ખરાબ થતાં તેમના પરિવાર પર આર્થિક સંકટ આવી પડ્યું છે. જેથી લોકો તેમની મદદ કરી રહ્યા છે.

આજથી 3 વર્ષ અગાઉ સુરતમાં બનેલી ગોઝારી ઘટના તક્ષશિલા અગ્નિકાંડમાં સુરતના એક દરિયાદિલ યુવક જતિને પોતાનો જીવ જોખમમાં મૂકીને 14 બાળકોનો જીવ બચાવ્યો હતો. અંતે આગ બેકાબૂ બનતા જતીને પોતે પણ આગથી બચવા ઉપરથી કૂદકો માર્યો હતો. આ દરમ્યાન જતિનને માથામાં ઈજા થતા તે કોમામાં સરી પડ્યો હતો.

જતીનને સારવાર આપવામાં આવી હતી.પરંતુ ગંભીર ઈજાને કારણે હાલમાં પણ તેઓ પથારીવશ છે. ત્યારે તશક્ષિલા અગ્નિકાંડના રિયલ હીરોની પરિસ્થિતિ વિશે જાણ થતાં તેમના માટે ખૂણે-ખૂણેથી મદદનો વરસાદ થઇ રહ્યો છે. લોકો પોતાની ક્ષમતા અનુસાર જતિનની મદદ કરી રહ્યા છે. જતીને પોતાના જીવની પરવાહ કર્યા વગર નિસ્વાર્થ ભાવે અનેક બાળકોના જીવ બચાવ્યા હતા.

જતિન નાકરાણીએ તક્ષશિલાના બીજા માળે ફેશન ડિઝાઈનનો વેપાર શરૂ કરવા માટે 35 લાખની લોન લીધી હતી. તેઓ હજુ તો માંડ માંડ ધંધામા સેટ થયા હતા ત્યા અગ્નિ કાંડમાં તેમની દુકાન આગમાં બળીને ખાક થઈ ગઈ. માત્ર એટલું જ નહિ પરંતુ દેવદૂત બનીને અનેક બાળકોનો જીવ બચાવનાર જતીન પથારીવશ થઈ ગયા. તેમના પિતા કહે છે કે આજેપણ જ્યારે જતીનને એ દિવસ યાદ આવે છે ત્યારે તો બેકાબૂ બની જાય છે.

જતીન નાકરાણીની હાલત જોઈને તમારી આંખમાંથી આંસુ કરી પડશે. જતીને અનેક બાળકોના જીવ બચાવ્યા પરંતુ તેમની જિંદગી નર્ક સમાન બની ગઈ. જતીનની હાલત ખરાબ થતાં તેના પરિવાર પર આર્થિક સંકટ આવી પડ્યું. જતિનની સારવાર કરાવવા માટે પણ તેના પરિવાર પાસે રૂપિયા નથી. ત્યારે આ રિયલ હીરોની મદદ માટે અનેક લોકો આગળ આવ્યા છે.

પરિવારનો આધારસ્તંભ કહેવાતો જતિન જ પથારીવશ હોવાથી પરિવારજનો લોનના હપ્તા ભરી શકતા નહોતા. જેથી બેંકે ઘર સીલ મારી દીધું હતું. ત્યારે પરિવાર રસ્તા પર આવી ગયો હતો. પરંતુ ઉચ્ચ નેતાઓએ મધ્યસ્થી કરતાં 24 કલાક પછી બેંકે રિકવરી પ્રોમિસ લખાવી સીલ ખોલી આપ્યું હતું અને આજે દીકરાની સારવારની જવાબદારી નિવૃત્ત પિતા પર આવી છે.

તક્ષશિલા અગ્નિકાંડમાં 14 વિદ્યાર્થીઓનો જીવ બચાવનાર જતિન નાકરાણી ઇજાગ્રસ્ત થતા તે પોતાની યાદશક્તિ ગુમાવી ચૂક્યા છે. ત્યારે આ રિયલ હીરોના પરિવારની આર્થિક મદદ માટે અનેક લોકો સામે આવ્યા છે. પરિવારે જતીનની સારવાર માટે 40 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે. છતાંપણ તેમની હાલત સુધરી નહિ. ત્યારે તેમની સારવાર માટે પણ હાલ અનેક લોકો મદદે આવ્યા છે. આ ઉપરાંત ખુદ સી આર પાટીલ જતીનના ઘરે આવ્યા અને તેમને 5 લાખની સહાય કરી છે.

Leave a Reply

Your email address will not be published.