સંઘર્ષભર્યા બાળપણથી લઈને ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન બનવા સુધી, હાર્દિક પંડ્યાની સફળતાની કહાની જાણીને તમારી આંખો પહોળી થઇ જશે

Story

ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ 2022માં ગુજરાત ટાઇટન્સે પહેલીવાર ભાગ લીધો છે. ત્યારે ગુજરાત ટાઇટન્સે પોતાની પ્રથમ સિઝનમાં આઈપીએલમાં ખિતાબ જીતીને ઈતિહાસ રચી દીધો છે. જેનો શ્રેય ક્રિકેટર હાર્દિક પંડ્યાને જાય છે. હાર્દિક પંડ્યાને તો સૌ કોઈ ઓળખે છે પરંતુ તેમના બાળપણથી લઈને ગુજરાત ટાઇટન્સના કેપ્ટન બનવા સુધીની સફર ભાગ્યે જ કોઈ જાણતું હશે.

હાર્દિક પંડ્યાનો જન્મ સુરત જિલ્લાના ચોર્યાસી ગામમાં થયો હતો. હાર્દિકનો જન્મ 11 ઓક્ટોબર, 1993 ના રોજ થયો હતો. આ સમયે તેમનો પરિવાર સુરતમાં રહેતો હતો. એટલે કે તેમનું બાળપણ સુરતમાં પસાર થયું છે. હાર્દિકને નાનપણથી જ રમત રમવાનો શોખ હતો. હાર્દિક જ્યારે ચાર વર્ષના હતા ત્યારે તેઓ ટેનિસ બોલથી તાલીમ લેતા હતા. જ્યારે તેમના ભાઈ કૃણાલ પંડ્યા સીઝન બોલથી ટ્રેનીંગ લેતા હતા.

હાર્દિક પંડ્યાએ સુરતના રાંદેરના ભાણકી સ્ટેડિયમથી પોતાની તાલીમની શરૂઆત કરી હતી. જે બાદ તેઓ તાલીમ લેવા માટે વડોદરા પહોંચ્યા હતા. બસ ત્યારથી જ વડોદરા સાથે તેમનો નાતો એવો જોડાઈ ગયો કે આજે હાર્દિક એટલે વડોદરાના અથવા તો વડોદરા એટલે હાર્દિકનું એ વાત જગજાહેર છે.

ગુજરાત ટાઇટન્સે આઇપીએલ સિઝન 2022માં ડેબ્યુ કર્યું છે. ત્યારે પોતાની પ્રથમ સિઝનમાં જ ગુજરાત ટાઇટન્સે સીધો ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. વડોદરાના હાર્દિક પંડ્યા અત્યાર સુધી મુંબઇ ઇન્ડિયન્સ માટે રમતા હતા. ત્યારે આ વર્ષે બે ટીમનો ઉમેરો થતાં નવેસરથી હરાજીમાં મુંબઈએ હાર્દિકને પોતાની ટીમમાં રિટેઈન નહીં કરવાનો નિર્ણય લીધો હતો. જેનું પરિણામ એ આવ્યું કે હાર્દિકે પોતાની નવી ટીમ બનાવી લીધી અને મુંબઈ આઇપીએલમા તળિયાના સ્થાને રહી ગયું.

હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સના કેપ્ટન બની ગયા. હાર્દિક પંડ્યાની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. આઈપીએલની શરૂઆત થઈ ત્યારે ક્રિકેટ પંડિતો જે ટીમને સૌથી નબળી ટીમ માનતા હતા તે ટીમ એટલે કે ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો. આ સાથે જ પોતાની પ્રથમ સિઝનમાં જ ગુજરાત ટાઇટન્સે આઇપીએલમાં શાનદાર જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે.

હાર્દિક પંડ્યાએ પોતાની આવડતના જોરે ગુજરાત ટાઇટન્સને એ હદ સુધી પહોંચાડી દીધી કે અન્ય ટીમના બેલેન્સ બગડી ગયા. આ સાથે જ ગુજરાત ટાઇટન્સની ગુજરાતની ધરા પર જ શાનદાર જીત થઈ. જે આજે દરેક ગુજરાતીઓ માટે ગૌરવની વાત કહેવાય. ગુજરાત ટાઇટન્સની આટલી મોટી સફળતાનો શ્રેય હાર્દિક પંડ્યાને જાય છે.

હાર્દિકના જીવનમા ઘણા ચડાવ ઉતાર આવ્યા. પરંતુ હિંમત હારવાની બદલે તેમણે ખૂબ મહેનત કરી અને એ હદ સુધી પહોંચી ગયા કે આજે લોકો ક્રિકેટની દુનિયામાં હાર્દિકને ગુજરાતના ઓલરાઉન્ડર તરીકે ઓળખે છે. ગુજરાતના કિંગ એવા હાર્દિક પંડ્યાનું બાળપણ ગરીબીમાં વિત્યુ હતું. પરંતુ હાર્દિકના પિતા હિમાંશુભાઈએ પોતાના બંને દીકરાઓને ક્રિકેટને તાલીમ અપાવી અને આજે હાર્દિક જગજાણીતા થઈ ગયા.

હાર્દિક એક સમયે ગોરવામાં ભાડાના મકાનમાં રહેતા હતા. ત્યારે આજે આ પંડ્યા પરિવાર દિવાળીપુરા વિસ્તારમાં છ હજાર ચોરસ મીટરના પેન્ટહાઉસ સાથેના એપાર્ટમેન્ટમાં રહે છે. હાર્દિકને મોંઘીદાટ ઘડિયાળ, વિદેશી કાર અને ડિઝાઈનર કપડાનો ખુબ જ શોખ છે. જો કે બાળપણમાં તેઓ આ તમામ વસ્તુથી વંચિત હતા. પરંતુ હાલ તેઓ ગોલ્ડ રિસ્ટ વોચ, વિદેશી કાર અને ડિઝાઇનર કપડા પહેરે છે.

માત્ર એટલું જ નહીં હાર્દિક પંડ્યાના લગ્ન બોલિવૂડમાં મોડેલ, અભિનેત્રી, ડાન્સર અને ફિલ્મ નિર્માતા એવા નતાશા સાથે થયા છે. જેમણે હિન્દી, તમિલ, કન્નડ સહિતની કેટલીક ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. હાર્દિક અને નતાશાની મુલાકાત પણ ખૂબ જ રસપ્રદ હતી. હાર્દિક અડધી રાત્રે અજાણ્યિ જગ્યાએ માથામાં હેટ, મોંઘી વોચ અને અચરજ પમાડે તેવા પહેરવેશમાં દેખાયા હતા. તે દરમિયાન નતાશા તેમની તરફ આકર્ષાયા અને તેમની વચ્ચે થોડો સમય ડેટિંગ અને ત્યારબાદ તેમના લગ્ન થયા. તેમને આજે એક દીકરો પણ છે.

હાર્દિકને આજે સૌ કોઈ ઓળખે છે. હાર્દિક અઢાર વર્ષની વય સુધી લેગ સ્પિનર તરીકે રમ્યા હતા અને ત્યારબાદ અચાનક જ તેઓ ફાસ્ટ બોલર બની ગયા હતા. કારણકે બરોડાના કોચ સનતકુમારે હાર્દિકની પ્રતિભાને પારખી લીધી હતી અને તેમના કહેવાથી હાર્દિકે લેગ સ્પિન બોલિંગ છોડીને ફાસ્ટ બોલિંગ પર હાથ અજમાવ્યો હતો.

ત્યારબાદ હાર્દિકની ક્રિકેટ કારકિર્દી એટલી મજબૂત બની કે તેઓ આજે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન બની ગયા. માત્ર એટલું જ નહીં પરંતુ પોતાની આવડતથી હાર્દિકે પ્રથમ સિઝનમાં જ ગુજરાત ટાઇટન્સને ફાઇનલ સુધી પહોંચાડી દીધુ. આ ઉપરાંત ગુજરાત ટાઈટન્સે પોતાના હોમ ગ્રાઉન્ડ પર જ પ્રથમ સિઝનમાં આઇપીએલનો ખિતાબ જીતીને ઈતિહાસ રચી દીધો. જે દરેક ગુજરાતીઓ માટે ગર્વની વાત છે.

Leave a Reply

Your email address will not be published.