કેરળમા ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, હવે બસ આટલા જ દિવસમા ગુજરાતમા સત્તાવાર રીતે બેસશે ચોમાસુ

Weather

દેશમાં નૈઋત્યનું ચોમાસુ વિધિવત રીતે બેસી ગયું છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે દેશમાં ત્રણ દિવસ પહેલાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે. લક્ષદીપ, અંદમાન અને કેરળમાં નૈઋત્યનું ચોમાસુ બેસી ગયુ છે. ત્યારે કેરળથી આગળ વધીને એક અઠવાડિયામાં ચોમાસું મુંબઈ પહોંચે તેવી શક્યતા સેવાઇ રહી છે. કેરળમાં નિયત સમય કરતા ત્રણ દિવસ વહેલું ચોમાસું પહોંચી ગયું છે.

એક અંદાજ મુજબ આગામી 14 દિવસમાં નૈઋત્યનું ચોમાસુ આગળ વધીને ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતા સેવાઇ રહી છે. આ વર્ષે નૈઋત્યનું ચોમાસું નિયત સમય કરતા વહેલા બેઠું છે. દેશમાં ચોમાસાનું વહેલા આગમન થતાં ચોમાસું ઝડપથી આગળ વધશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ગઈકાલે કેરળમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ચૂકયું છે.

સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું કેરળથી દેશમાં પ્રવેશ કરે છે. કેરળમાં 1 જૂને નૈઋત્ય ચોમાસાનું આગમન થતું હોય છે. ત્યારે આ વખતે દેશમાં ત્રણ દિવસ વહેલા ચોમાસાનું આગમન થયું છે તેવું હવામાન વિભાગે ઓફિશ્યલી જણાવ્યું છે. ઉપરાંત હવામાનની દિશા યોગ્ય હોવાથી નૈઋત્યનું ચોમાસુ કેરળથી ધીમે ધીમે આગળ વધશે.

સામાન્ય રીતે 5 જૂને ચોમાસુ ગોવા પહોંચે છે જ્યારે 10 જૂને મહારાષ્ટ્ર પહોંચે છે. ત્યારે આ વર્ષે કેરળમાં નૈઋત્યના ચોમાસાનું વહેલા આગમન થતાં ગોવા અને મહારાષ્ટ્રમાં બે ત્રણ દિવસ વહેલુ ચોમાસું પહોંચે તેવી શક્યતા છે. ગુજરાતની વાત કરીએ તો મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં 15 જૂન આસપાસ સત્તાવાર ચોમાસુ બેસે છે. ત્યારે આ વર્ષે ગુજરાતમાં 12 જૂન આસપાસ ચોમાસાના વરસાદનું આગમન થાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે ચોમાસુ મધ્યમ રહેશે. એક અંદાજ મુજબ આ વર્ષે 98 ટકાથી 103 ટકા જેટલો વરસાદ થઇ શકે છે. જેથી ખેડૂતો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. આ વર્ષે નૈઋત્યના ચોમાસાનું ત્રણ દિવસ વહેલા આગમન થયું છે. તેથી ખેડૂતો વહેલા વાવણી કરી શકશે ઉપરાંત પાક પણ સારો થશે.

રવિવારે કેરળમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે. ત્યારે અનુકૂળ વાતાવરણ હોવાથી ચોમાસું ગુજરાતમાં વહેલું આવશે. જેથી ખેડૂતોમાં એક અલગ પ્રકારની ખુશી જોવા મળી છે. કેરળમાં ત્રણ દિવસ પહેલા ચોમાસુ પહોંચી ગયું છે. ત્યારે ગુજરાતમાં આગામી 14 દિવસમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઇ જશે. ગુજરાતમાં હાલ વાદળછાયું વાતાવરણ છવાયું છે. જેથી વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.