હવે સામાન્ય માણસ માટે કેરી ખાવી શક્ય બનશે, કેસર કેરીના ભાવમા થયો ધરખમ ઘટાડો જાણી લ્યો નવો ભાવ

Gujarat

કેરી ફળોનો રાજા છે. નાના મોટા સૌ કોઈને કેરી ખૂબ જ પસંદ હોય છે. લોકો કેરીની સીઝનની રાહ જોતા હોય છે. ઉપરાંત માર્કેટમાં કેરી આવતાં જ લોકો કેરી ખરીદવા માટે પડાપડી કરતા હોય છે. ત્યારે આ વર્ષે તો કેરીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેથી લોકોને કેરી ખરીદવા માટે સો વાર વિચારવુ પડે છે. ત્યારે હાલ કેસર કેરીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે.

હવામાનમાં થતા ફેરફારને કારણે કેરીનું ઉત્પાદન ઓછું થયું છે. જેથી સિઝનની શરૂઆતથી જ કેરીના ભાવમાં વધારો થયો હતો. ગયા વર્ષે કેસર કેરીનો ભાવ 500 રૂપિયા પ્રતિ બોક્સ હતો. જ્યારે આ વર્ષે કેરીનો ભાવ વધીને 1800 રૂપિયા પ્રતિ બોક્સ પહોંચી ગયો. કેરીના ભાવ આસમાને પહોંચતાં મોટાભાગના લોકોએ હજુ સુધી કેરી ચાખી પણ નથી. ત્યારે હાલ માર્કેટમાં કેરીના ભાવમાં ઘટાડો થતા તમામ લોકો કેરી ખરીદી શકશે.

કેસર કેરીના ભાવમાં હાલ 500 રૂપિયા જેટલો ઘટાડો થયો છે. જેથી કેસર કેરીનો ભાવ હાલ 1300 રૂપિયા છે. જ્યારે અલ્ફાંસો કેરીનો ભાવ 800 રૂપિયા પર બોક્સ થઈ ગયો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કમોસમી વરસાદ અને અતિશય ગરમીએ અલ્ફાંસો કેરીના પાક અને ગુણવત્તા પર અસર કરી છે. તેથી કેરીના ભાવમાં 30 ટકા જેટલો ઘટાડો થયો છે. આ સાથે જ અલ્ફાંસો કેરી 800 રૂપિયા પ્રતિ બોક્સ વેચાઈ રહી છે.

કેરીની સીઝનની શરૂઆતમાં કેસર કેરીના ભાવ આસમાને પહોંચી ગયા હતા. ત્યારે વાતાવરણમાં પલટો આવતા અને ભારે પવન ફૂંકાતા કેરીનો પાક ખરી પડયો હતો. જેથી ખેડૂતો કેરી લઈને માર્કેટ પહોંચી ગયા હતા. આ દરમિયાન માર્કેટમાં કેરીનો જથ્થો વધતા કેરીના ભાવમા ઘટાડો થયો છે. જેથી કેસર કેરી 1300 રૂપિયા પર બોક્સ વેચાઈ રહી છે.

માલદા મેંગો મર્ચન્ટ એસોસિએશનના મેમ્બર્સના જણાવ્યા અનુસાર આ વર્ષે કેરીની ખૂબ જ માંગ છે. તેથી જો કેરી માટે સ્થિતિ અનુકૂળ રહેશે અને કમોસમી વરસાદ નહીં થાય તો તેના પ્રમાણમાં વધારો થશે. આ સાથે જ કેરીની માંગ વધતા કેરીનો ભાવ પણ મજબૂત રહેશે તેવું લાગી રહ્યું છે. જો વાતાવરણ અનુકૂળ રહેશે તો કેરીનો પાક સારો થશે.

Leave a Reply

Your email address will not be published.