હ્યુન્ડાઇ ક્રેટાને ટક્કર મારવા માટે ટાટા મોટર્સ લાવી શકે છે આ જોરદાર કાર, ફીચર્સ જાણીને તમે પણ કહી ઉઠશો વાહ ટાટા વાહ

Auto

ટાટા મોટર્સ મિડસાઈઝ એસયુવી સેગમેન્ટમાં તેનું વર્ચસ્વ વધારવા માટે આગામી સમયમાં નવી એસયુવી કાર લોન્ચ કરી શકે છે. જે ટાટા નેક્સોન પર આધારિત અને કૂપ સ્ટાઈલમાં હશે. તેનું સંભવિત નામ ટાટા બ્લેકબર્ડ જણાવવામાં આવી રહ્યું છે. ટાટા મોટર્સ કંપની આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે 2023માં નેક્સોન પર આધારિત આ મધ્યમ કદની SUV પરથી પડદો હટાવી શકે છે.

હાલમાં Tata Motors, જે Tata Harrier સાથે બજારમાં તેનું નામ ગાજીવી રહી છે. તેની આગામી સમયમાં Nexon પર આધારિત નવી કાર Hyundai Creta અને Kia Seltos સહિતની અન્ય લોકપ્રિય SUV સાથે સ્પર્ધા કરશે. Tata Blackbird આવતા વર્ષના શરૂઆતના મહિનામાં લોન્ચ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટાટાની આગામી મિડસાઇઝ એસયુવી ઓટો એક્સપો 2023માં શોકેસ થઈ શકે છે.

જોકે કંપનીએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. એવું માનવામાં આવે છે કે આગામી ટાટા નેક્સોન આધારિત મિડસાઇઝ કૂપ એસયુવીનું ઇલેક્ટ્રિક વેરિઅન્ટ પણ આવી શકે છે. કારણ કે ટાટા મોટર્સ હવે ઇલેક્ટ્રિક મોબિલિટી પર પણ વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે

હાલમા ટાટા બ્લેકબર્ડ વિશે વાત કરીએ તો આ SUVની લંબાઈ 4.3 મીટર હશે અને તેને X1 પ્લેટફોર્મ પર વિકસાવવામાં આવશે. જેના પર Tata Nexon પણ આધારિત છે. ટાટાની આગામી મિડસાઇઝ એસયુવી ટાટા બ્લેકબર્ડ નેક્સોન એસયુવી જેવા જ એ પિલર, વિન્ડસ્ક્રીન અને ફ્રન્ટ ડોર જોવા મળશે. તેમા મોટા વ્હીલ્સ, લાંબા દરવાજા અને મોટા ઓવરહેંગ્સ સાથે વધુ લેટેસ્ટ પાછળનો દેખાવ મેળવશે.

ટાટાની આગામી SUV પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન વિકલ્પો સાથે ઓફર કરવામાં આવશે. તેમાં મુસાફરો માટે મોટી સીટ, વધુ લેગરૂમ અને બુટ સ્પેસ હશે. ઉપરાંત આ SUVના ઇલેક્ટ્રિક વેરિઅન્ટમાં 40kWh બેટરી પેક જોવા મળશે. જેની બેટરી રેન્જ 400 કિમી સુધીની હોઈ શકે છે. આવનારી ટાટા બ્લેકબર્ડમાં શાનદાર દેખાવ અને પાવરફુલ એન્જિન તેમજ લેટેસ્ટ ફીચર્સ હશે.a

Leave a Reply

Your email address will not be published.