સિવિલ સર્વિસ પરીક્ષાનું ફાઈનલ રીઝલ્ટ જાહેર, છોકરાઓને પાછળ રાખીને છોકરીઓ ટોપ પર

Story

સિવિલ સર્વિસ પરીક્ષાને દેશની સૌથી અઘરી પરિક્ષા માનવામાં આવે છે. ત્યારે જો કોઈ આ પરીક્ષા પાસ કરે તો તે ચર્ચાનો વિષય બની જાય છે. હાલ સિવિલ સર્વિસ પરીક્ષાનું પરીક્ષાનુ ફાઈનલ રીઝલ્ટ આવ્યું છે. ત્યારે જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેઓ યુપીએસસીની upsc.gov.in સત્તાવાર વેબસાઇટ પર પોતાનું પરિણામ જોઈ શકે છે. આ વર્ષે તનતોડ મહેનત કરનાર શ્રુતિ શર્માએ પરીક્ષામાં ટોપ કર્યું છે.

આ વર્ષે યુપીએસસીના પરિણામોમાં છોકરીઓનો દબદબો રહ્યો છે. જેમાં શ્રુતિ શર્મા પ્રથમ સ્થાને આવ્યા છે. જ્યારે અંકિતા અગ્રવાલ બીજા ક્રમ પર આવ્યા છે. ત્યારબાદ ગામીની સિંગલાને ત્રીજો ક્રમ મળ્યો છે. જ્યારે ઐશ્વર્યા વર્મા ચોથા નંબર પર રહ્યા છે અનેપાંચમો ક્રમ ઉત્કર્ષ દ્વિવેદીએ મેળવ્યો છે. તો યક્ષ ચૌધરી છઠ્ઠા નંબરે આવ્યા હતા. ઈશિતા રાઠીનો આઠમો નંબર, પ્રીતમ કુમારનો નવમો નંબર અને દસમો રેન્ક હરકીરતસિંહ રંધાવાને મળ્યો છે.

દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ યુપએસસીની પરીક્ષા આપે છે. પરંતુ તેમાંથી અમુક ઉમેદવારોને જ સફળતા મળે છે. આ પરીક્ષા સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે. આયોગ દ્વારા 5 એપ્રિલથી 26 મે વચ્ચે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું. ત્યારે સોમવારે આ પરીક્ષાનું ફાઈનલ રીઝલ્ટ જાહેર થયું છે. જેમાં આ વખતે છોકરીઓનો દબદબો જોવા મળ્યો છે.

યુપીએસસીનું પરિણામ જોવા માટે સૌથી પહેલા યુપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર જાવ. ત્યારબાદ હોમપેજ પર યુપીએસસી સિવિલ સર્વિસીસ રિઝલ્ટ 2021- ફાઇનલ રિઝલ્ટની લિંક દેખાશે. જેના પર ક્લિક કરતા તમને પસંદ કરેલા ઉમેદવારોના નામ સાથેની પીડીએફ ફાઇલ દેખાશે. જે ઓપન કરીને તમે તમારુ રિઝલ્ટ ચેક કરી શકો છો અને ભવિષ્ય માટે પ્રિન્ટ આઉટ કરીને રાખી શકો છો.

યુપીએસસી દ્વારા કુલ 685 ઉમેદવારોની નિમણૂક માટે ભલામણ કરવામાં આવી છે. જેમાં જનરલના 244, ઇડબલ્યુએસના 73, ઓબીસીના 203, એસસીના 105 અને એસટી કેટેગરીના 60 ઉમેદવારોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે યુપીએસસી દ્વારા દર વર્ષે સિવિલ સર્વિસની પરીક્ષાઓ લેવામાં આવે છે. ત્યારે જે લોકો આ કઠિન પરીક્ષામાં સફળ થાય છે તેઓ આઈએએસ, આઈપીએસ, આઈએફએસ વગેરે જેવા અધિકારી બને છે.

Leave a Reply

Your email address will not be published.