સુરતમાં કસ્ટમ વિભાગે ઝડપ્યું 204 કરોડનું હીરા કૌભાંડ, મોટા માથાના નામ સંડોવાયેલા હોવાની શંકા

Gujarat

સુરત હીરાઉદ્યોગ સાથે સંકળાયેલ છે. સુરતને ડાયમંડ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. સુરતનો હીરા ઉદ્યોગ એટલી હદ સુધી વિકસિત છે કે તે મોટાભાગના લોકોને રોજગાર પૂરો પાડે છે. ત્યારે કેટલીકવાર કરોડોના હીરાના કૌભાંડ પણ સામે આવતા હોય છે. ત્યારે હાલ સુરતમાંથી 204 કરોડના હીરાનું કૌભાંડ સામે આવ્યું છે.

એક મીડિયા અહેવાલ અનુસાર સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી બે કન્સાઇનમેન્ટના આધારે રૂપિયા 204 કરોડનું કૌભાંડ આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. 204 કરોડનું કૌભાંડ આચરનારા મિત નામના યુવકની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે આરોપી સામે સાત દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જો કે કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આરોપી મિતએ સચિન એસઇઝેડમાં યુનિટ શરૂ કરી લેબમાં તૈયાર થયેલા ડાયમંડ ઈમ્પોર્ટ કરી તેને પોલીશ કરી ફરીથી એક્સપોર્ટ કરવાનું કામ શરૂ કર્યું હતું. કરે છે. જો કે આરોપી લેબના ડાયમંડ એક્ષપોર્ટ કરવાની જગ્યાએ સુરતના હીરા બજારમાં કેટલાક મોટામાથાના ઓરીઝનલ હીરા એક્ષપોર્ટ કરવાનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી મિતનો સંપર્ક જે લોકોને ડ્યુટી ભર્યા વગર હીરા બહાર મોકલવા હોય તેઓ કરતા હતા.

આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી ચાર લેપટોપ મળી આવ્યા હતા. પરંતુ આરોપીએ એકેયનો પાસવર્ડ યાદ ન હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેણે 30 જેટલા કન્સાઇનમેન્ટ અગાઉ એક્સપોર્ટ કર્યા હતા. તે તમામ કન્સાઇનમેન્ટ કોના હતા તે અંગે પણ માહિતી આપી નથી. જો કે મોટાભાગના કન્સાઇનમેન્ટ એક જ પાર્ટીના હોવાની જાણકારી સામે આવી છે.

આરોપીએ 30 જેટલા કન્સાઇનમેન્ટ અગાઉ એક્સપોર્ટ કર્યા હતા. બે કન્સાઇનમેન્ટની વેલ્યુ 204 કરોડ છે. જો કે 30 કન્સાઇનમેન્ટનું રહસ્ય હજુ અકબંધ છે. ત્યારે જો અગાઉ મોકલવામાં આવેલા 30 જેટલા કન્સાઇનમેન્ટ વેલ્યુ પણ આટલી હશે તો 3000 કરોડની કુલ વેલ્યુ હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. એટલે કે મોટું કૌભાંડ હોઇ શકે છે.

આરોપી મિતએ 204 કરોડનું કૌભાંડ કર્યું હોવાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર મિત સામે જ્યારે લૂકઆઉટ નોટિસ ઈશ્યું થઈ હતી ત્યારે તે દુબઇ પહોંચી ગયો હતો. આ ઉપરાંત ત્યાંથી નીકળીને તે નેપાળ આવી ગયો હતો. નેપાળથી જ્યારે તે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જો કે આરોપીએ હજુ સુધી અધિકારીઓને કોઈ પણ પ્રકારની માહિતી આપી નથી.

Leave a Reply

Your email address will not be published.