પાટીદાર સમાજના નેતા હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી હેડલાઇન્સ બન્યા છે. હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ થઈ રહી હતી. ત્યારે સમચાર સામે આવ્યા છે કે પાટીદાર સમાજના નેતા હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે. તેઓ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હતા. પરંતુ કોંગ્રેસમાં તેમની ઉપેક્ષાને કારણે તેઓ ગુસ્સે થયા હતા. હવે તેઓ ગાંધીનગરમાં ભાજપના મુખ્યાલય પહોંચશે અને પાર્ટીમાં જોડાશે.
મીડિયા સાથે વાતચીત દરમિયાન હાર્દિક પટેલે 2 જૂને ભાજપમાં જોડાવાની વાત કરી છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હાજર રહેશે અને તેઓ હાર્દિક પટેલને ભાજપનું સભ્યપદ આપશે. હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાના કાર્યક્રમને ભાજપ ભવ્ય કાર્યક્રમમાં ફેરવવા માંગે છે. 2 જૂને હાર્દિક ભાજપમાં જોડાશે.
એવા પણ સમચાર સામે આવ્યા છે કે હાર્દિક પટેલની સાથે અન્ય 15 હજાર લોકો ભાજપમાં જોડાશે. હાર્દિકનું ભાજપમાં જોડાવું પાટીદાર રાજકારણ માટે નિર્ણાયક માનવામાં આવે છે. 2015માં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હતા. ત્યારે હાલ તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાવા જી રહ્યા છે.
કોંગ્રેસમાં પ્રવેશ બાદ પક્ષ એવું માની રહ્યો હતો કે તેને પાટીદાર સમાજનું સમર્થન મળશે. પરંતુ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રમાણમાં સારા દેખાવ બાદ પણ તે સત્તાથી વંચિત રહી ગઇ હતી. ત્યારે હવે ચુંટણી પહેલા જ પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે 2 જૂને હાર્દિક પટેલ સી આર પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાશે.