ખેડૂતો માટે ખુશીના સમાચાર, રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અંગે હવામાન વિભાગના મનોરમા મોહંતીએ આપી આ માહિતી

Weather

કેરળમાં ચોમાસાનું આગમન થતા દેશમાં વિધિવત રીતે ચોમાસુ બેસી ગયું છે. દરમિયાન ગુજરાતમાં પણ લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે હાવમાં વિભાગ દ્વારા અગત્યનું અપડેટ આપવમાં આવ્યું છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

હાવમાં વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે દેશભરમાં સાર્વત્રિક સારો વરસાદ રહેશે. આ વર્ષે 103 ટકા જેટલો સરેરાશ વરસાદ થવાની શક્યતા છે. તો કેટલાક વિસ્તારોમાં સરેરાશ 106 ટકા જેટલો વરસાદ પણ થઇ શકે છે. ગુજરાતની વાર કરીએ તો આ વર્ષે રાજ્યમાં સારો વાવણી લાયક વરસાદ થશે.

જો હજુ બે દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ જોવા મળશે. આગામી એક અને બે જૂનના રોજ રાજ્યમાં થોડું ગરમીનું પ્રમાણ વધારે જોવા મળશે. જે બાદ ક્રમશ રાજ્યમાં ગરમીના પ્રમાણમાં ઘટાડો થતો જોવા મળશે. જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે.

રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અંગે વાત કરતા હવામાન વિભાગના મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આ વર્ષે દેશમાં સરેરાશ 103 ટકા જેટલો વરસાદ થવાની શક્યતા છે. આ વર્ષે દેશમાં ચોમાસુ એકંદરે સારું રહશે. જો કે આગામી બે દિવસ હજુ સૂકું વાતાવરણ રહેશે.

Leave a Reply

Your email address will not be published.