ચોમાસા પહેલા ગુજરાતમાં મીની વાવાઝોડાનો ખતરો, આ વિસ્તારોમાં ભયંકર ઝડપે ફૂંકાઈ શકે છે પવન

Weather

દેશમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે. કેરળમાં નૈઋત્યનું ચોમાસુ વિધિવત રીતે બેસી ગયું છે. ત્યારે હવામાન અનુકૂળ હોવાથી ચોમાસુ પૂર ઝડપે આગળ વધી રહ્યું છે. એક ન્યુઝ ચેનલના અહેવાલ અનુસાર જો કે ચોમાસાની શરૂઆત થતાં જ વાવાઝોડાનો પણ ખતરો રહેતો હોય છે. ત્યારે હાલ મિની વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે.

કેરળ બાદ ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. જો કે દરિયામાં હળવું દબાણ સર્જાતા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મીની વાવાઝોડા જેવો ભારે પવન ફૂંકાવાની આગાહી છે. જેના પગલે એક જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

ગુજરાતમાં મિની વાવાઝોડાના સંકટને પગલે દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે. આ મિની વાવાઝોડાને કારણે કચ્છ, મુદ્રા નવા કંડલા, જખો, નવ લખી જામનગર પોરબંદર સહિતના વિસ્તારમાં દરિયામાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. આ સાથે જ હળવો વરસાદ થાય તેવી સંભાવના છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વાવાઝોડાને કારણે અસ્થાયી રૂપે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ તેવી શક્યતા છે. આ ઉપરાંત આગાહીકારોના જણાવ્યા અનુસાર આ વર્ષે બે વખત વરસાદ ખેંચાશે. તેમજ રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એક જૂન સુધી વાદળ છાયું વાતાવરણ રહેવાની આગાહી પણ કરવામાં આવી છે. આ સાથે જ કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડશે.

હાલ ચોમાસાનો લઇને મોટા સમાચાર સામે આવી ગયા છે. નૈઋત્યનુ ચોમાસુ વિધિવત રીતે નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ પહેલા જ કેરળના દરિયાકાંઠે પહોંચી ગયું છે. જેને લઈને ભારતીય હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત પણ કરી છે. ત્યારે કેરળમાં ચોમાસાનું વહેલા આગમન થતા મહારાષ્ટ્રમાં 5 જૂન આસપાસ ચોમાસુ પહોંચી જશે. જ્યારે ગુજરાતમાં 12 જૂન સુધીમાં ચોમાસુ દસ્તક આપશે.

Leave a Reply

Your email address will not be published.