29 મેના રોજ જ્યારે પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મુસેવાલાને દિવસે ગોળી મારીને હત્યા કરવાના સમાચાર પ્રકાશમાં આવ્યા ત્યારે આખો દેશ ચોંકી ગયો હતો. અહેવાલો અનુસાર તેમના વાહન પર 30 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરારે સિદ્ધુ મુસેવાલા પર હુમલાની જવાબદારી લીધી છે. તેમના નિધન બાદ તેમનો પરિવાર ભારે શોકમાંથી પસાર થઈ રહ્યો છે.
મંગળવારે તેમના અંતિમ સંસ્કાર માટે લોકોની ભીડ એકઠી થઈ હતી. તેમના નિધનથી તેમનો પરિવાર ખૂબ જ દુખી છે. દરમિયાન સિધ્ધુના પિતાની વાયરલ થઈ રહેલી તસવીરો જોઈને પથ્થરની છાતી પણ પીગળી જાય. સોશિયલ મીડિયા પર તસ્વીરોમાં સિદ્ધુ મુસેવાલાના પિતાની હાલત જોઈને સૌના દિલ રડી પડ્યા છે.
💔💔💔💔 #sidhumoosewala No father should have to go through this pic.twitter.com/HztTg5w5dE
— DailyEnt.Xpress (@DailyEntXpress) May 31, 2022
ગાયક સિદ્ધુ મુસેવાલાના પિતાના આંસુ રોકાવાનું નામ નથી લઈ રહ્યા. સિદ્ધુના પિતાની સાથે તેની માતાની પણ હાલત ખરાબ છે. સિદ્ધુ મુસેવાલા તેની માતાની ખૂબ નજીક હતા. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં સિદ્ધુના પિતા તેમના પુત્રના મૃતદેહની પાસે બેસીને રડતા હોય છે અને બાદમાં તેના કપાળ પર ચુંબન કરીને તેને વિદાય આપતા જોવા મળે છે. તે દીકરાને ગળે લગાડવાનો પ્રયત્ન કરે છે અને તેની મૂછો ઠીક કરે છે.
વૃદ્ધ પિતાના ખભા પર યુવાન પુત્રના શબનું વજન વિશ્વમાં સૌથી ભારે છે. પુત્રની અંતિમ યાત્રા દરમિયાન સિદ્ધુના પિતાએ તેની પાઘડી પણ ઉતારી હતી. તેમની ઉતારેલી પાઘડીએ લાખો લોકોની આંખો ભીની કરી. અંતિમ સંસ્કાર પહેલા સિદ્ધુ મુસેવાલાને લાલ પાઘડી પહેરાવવામાં આવી હતી.