21 વર્ષના અનુભવી રજનીકાંત ભાઈની ચોવીસ પરિબળોના આધારે આગાહી, આ તારીખ સુધીમાં ગુજરાતમા થશે વાવણી લાયક વરસાદ

Weather

દેશભરમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા છેલ્લા કેટલાય સમયથી વરસાદની રાહ જોવાઇ રહી છે. જો કે ગત 28 મેના રોજ નૈઋત્યનું વિધિવત રીતે ચોમાસુ કેરળ પહોંચી ગયું છે. કેરળમાં ચોમાસાનું આગમન થયા બાદ હવામાન અનુકૂળ હોવાથી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. જે સૌ પ્રથમ ગોવા ત્યાંથી મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાત પહોંચશે. આગામી 12 જૂન આસપાસ ચોમાસુ ગુજરાત પહોંચે તેવી શક્યતા છે.

ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે, કેટલો વરસાદ થશે અને વાવાઝોડાને કેવી અસર રહેશે આ અંગે 21 વર્ષના અનુભવી એવા આગાહીકાર રજનીકાંતભાઈએ આગાહી કરી છે. તેમણે ચોમસાના 24 પરિબળોને આધારે આગાહી કરી છે. તેઓ છેલ્લા 21 વર્ષથી વરસાદની આગાહી કરે છે. ત્યારે 2022માં ચોમાસુ કેવું રહેશે તે અંગે તેમણે આગાહી કરી છે.

આગાહીકાર રજનીકાંતભાઈના જણાવ્યા અનુસાર આગામી 27 જૂન સુધીમાં ગુજરાતમાં વાવણીલાયક વરસાદ થઇ જશે. એટલે કે ખેડૂતો નિર્ધારિત સમય કરતા વહેલા વાવણી કરી શકશે. આ સાથે જ પાક પણ સારો થશે. તેમણે જણાવ્યું છે કે આ વર્ષે 10 આની વરસાદ થવાની સંભાવના છે. આ સાથે ચોમાસાની શરૂઆત થતાં એક વાવાઝોડાનો પણ દબદબો રહેશે.

ઉલ્લેખનીય છે કે પ્રથમવાર વાવણી થયા બાદ જુલાઈ માસના અંતમાં બીજી વખત વાવણી થશે. રજનીકાંતભાઈએ વરસાદના 24 પરિબળોને આધારે આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે ઓગસ્ટમાં શરૂઆતમાં વરસાદની ગતિ ધીમી પડશે. જે બાદ સાત દિવસ સુધી વરસાદ હેલીએ ચડશે. ઓગસ્ટના અંતમાં કડાકા ભડાકા સાથે વરસાદ થશે. જો કે સપ્ટેમ્બરમાં વરસાદ સ્થગિત થશે.

ગુજરાતમાં ચોમાસાના આગમનને લઇને રજનીકાંતભાઈએ જણાવ્યું છે કે આગામી 12 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાનો વરસાદ થશે. જોકે એ પહેલા પ્રિમોન્સૂન એક્ટિવિટી રૂપે હળવા છાંટા થાય તેવી શક્યતા છે. ત્યારે જુલાઈ માસમાં ભારે વરસાદ થશે તેવું પણ આગાહીકાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

વાવાઝોડાની વાત કરીએ તો ગુજરાત પર એક મિની વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. આ વાવાઝોડાને પગલે જામનગર સહિતના કેટલાક વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય શકે છે. પરંતુ વાવાઝોડાથી નુકસાન થાય તેવી શક્યતા નથી. તેમણે જણાવ્યું છે કે 12 ઓક્ટોબર સુધી ચોમાસાનો વરસાદ થશે. જે બાદ ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.