અંબાજી માતાના પરચાઓ અપરંપાર છે. અનેક ભક્તો માતાના આશીર્વાદ મળેવે છે અને જીવનમાં ખુબ જ પ્રગતિ કરે છે. ભક્તો દ્વારા અવાર નવાર માતાના મંદિરે દાન કરવામાં આવે છે. ઘણીવાર ભક્તો દ્વારા માતાના મંદિરે રોકડ રૂપિયા દાન કરવામાં આવે છે તો ઘણીવાર સોનાનું દાન કરવામાં આવે છે.
ત્યારે તાજેતરમાં જ માતાના ભક્ત દ્વારા માતાને સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. અહેવાલ અનુસાર તાજેતરમાં અંબાજી માતાના દર્શેન આવેલા એક પરિવારે માતાની પૂજા કરીને 3,48,672 રૂપિયાની કિંમતનો સોનાનો મુગટ માતાને અર્પણ કર્યો હતો. આ સોનાના મુગટનું વજન 72.640 મિલીગ્રામ છે. માતાના ભક્તે આ અંગે પોતાનું નામ જાહેર કરવાની ના પાડી એક પ્રકારે ગુપ્તદાન કર્યું છે.
આપને જણાવી દઈએ કે અંબાજી માતાના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવાનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે. આ માટે હમણા થોડા દિવસ પહેલા અમદાવાદના નવનીતભાઈ શાહ નામના માતાના ભક્તે 500 ગ્રામ એટલે અડધો કિલો સોનુ દાનમાં આપ્યું હતું. આ સિવાય પણ અનેક ભક્તો દ્વારા અંબાજી માતાના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવા માટે દાન અપાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે ગુજરાતમાં આવેલ અંબાજી માતાનું મંદિર એક શક્તિપીઠ છે. દર વર્ષે લાખો લોકો અહી માં અંબાના દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે. પોતાના દર્શને આવતા દરેક ભક્તોની મનોકામના અંબાજી માતા પૂર્ણ કરે છે.