ભરતસિંહ સોલંકીને તેમની પત્નીએ જે યુવતી સાથે પકડ્યા તે યુવતી અંગે થયો મોટો ખુલાસો, જાણીને તમારી આંખો પહોળી થઇ જશે

Gujarat

સોશિઅલ મીડિયા પર કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો એક યુવતી સાથે કથિત વિડીયો વાયરલ થતા ગુજરાતના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. ન્યુઝ ચેનલના અહેવાલ મુજબ વાત કરીએ તો મોડી રાત્રીના સમયે ભરતસિંહ સોલંકી બંગલે કોઈ અજાણી યુવતી સાથે રૂમમાં હોય છે. આ દરમિયાન ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા પટેલ તેમને ઝડપી પાડે છે.

દરમિયાન આ અજાણી યુવતી અંગે મોટો ખુલાસો ખુલાસો થયો છે. એક ન્યુઝ ચેનલ દ્વારા દર્શાવવામા આવેલા અહેવાલ અનુસાર આ યુવતી કોંગેસના એક મહિલા નેતાની ભાણી છે. કોંગેસના આ મહિલા નેતા મનપાની ચૂંટણી પણ લડી ચુક્યા છે. જો કે આ મહિલા કોંગ્રેસ નેતા એ પોતાની ભાણી અને ભરતસિંહ સોલંકી વચ્ચેના સંબંધની જાણ હોવાની મનાઈ કરી દીધી છે.

જો કે ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા પટેલે આ વાયરલ વીડિયોની પુષ્ટિ આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે આ વિડીયો ગત રાતનો છે. આ ઘટના આણંદ વિદ્યાનગર સ્થિત આશ્રય બંગલોની છે. રેશમા પટેલ છેલ્લા કેટલાય દિવસોથી ભરતસિંહ સોલંકી પર નજર રાખી રહ્યા હતા.

દરમિયાન ગત રોજ રાત્રે ભરતસિંહ સોલંકી આઈસ્ક્રીમ પાર્લર પર આઈસ્ક્રીમ ખાઈ ઘરે પહોંચ્યા ત્યારે તેમના પત્ની રેશમા પટેલે તેમનો પીછો કર્યો હતો. રેશમા પટેલે ભરતસિંહ સોલંકીને અજાણી યુવતી સાથે રૂમમાં બેઠેલા ઝડપી પાડ્યા હતા. જે બાદ હવે એક ન્યુઝ ચેનલના અહેવાલ અનુસાર આ યુવતી કોંગ્રેસના મહિલા નેતાની ભાણી હોવાનું સામે આવ્યું છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે રેશમા પટેલ રૂમનો દરવાજો ખોલીને ભરતસિંહ સોલંકીને પકડી પાડે છે. ત્યારે ભરતસિંહ સોલંકી પોલીસ બોલાવો પોલીસ બોલાવો એમ કહી રહ્યા છે. આ દરમિયાન રેશમા પટેલ તે યુવતીનો ચહેરો કેમેરામાં બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ તે યુવતી પોતાનો ચહેરો છુપાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.