વરસાદના વાવડ શરૂ થતા અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખે થઈ શકે છે ભારે પવન સાથે તોફાની વરસાદ

Weather

રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. બસ ટુંક સમયમાં જ વરસાદનું આગમન થશે. ત્યારે લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. દેશમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. કેરળમાં ચોમાસાનું આગમન થયા બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં ક્યારે વરસાદ થશે તે અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ચોમાસાની શરૂઆત ક્યારે થશે, વાવણી ક્યારે થશે અને વાવાઝોડાની કેવી અસર રહેશે તે અંગે આગાહી કરી છે. એક અહેવાલ અનુસાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 10 જૂન સુધીમાં ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઇ જશે. જો કે શરૂઆતમાં વરસાદી ઝાપટા પડશે. જે બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદનું વિધિવત રીતે આગમન થશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આગામી 15 તારીખ સુધીમાં સારો વરસાદ થશે. જો કે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં 15 જૂન બાદ વાવણી લાયક વરસાદ થશે. જ્યારે એ પહેલા એક મીની વાવાઝોડાની અસર થશે. વાવણી બાબતે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 26 જૂન આસપાસ તોફાની પવન સાથે વરસાદ થશે. આ સાથે જ વાવણી થશે.

ગુજરાતમાં જુલાઈ મહિનામાં તારીખ 3, 19 અને 20 ની આસપાસ સારો વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. આ ઉપરાંત ઓગસ્ટ મહિનાના અંતમાં અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં મધ્યમ વરસાદ થશે તેવું જણાવ્યું છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં ઓક્ટોબર માસમાં વરસાદ ભુકા બોલાવશે. આ સાથે બીજી વખત વાવણી થશે.

દેશમાં નૈઋત્ય ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે. ત્યારે ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે જેથી વરસાદના વાવડ શરૂ થઈ ગયા છે. જો કે ગુજરાતમાં 10 જૂન સુધી વરસાદી ઝાપટા પડશે. જ્યારે 16 જૂન આસપાસ વાવણી થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસા પહેલાં દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે. જે બાદ વરસાદનું આગમન થશે.

Leave a Reply

Your email address will not be published.