હાર્દિક પટેલના ભાજપમાં જોડાવા અંગે ગોપાલ ઈટાલીયાનુ નિવેદન, કહ્યું મને ભાજપની ગાભામાંરુ ગેંગ પર દયા આવે છે

Gujarat

આજે ગુજરાતની રાજનીતિમાં એક નવો જ વળાંક આવ્યો છે. પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો અને પૂર્વ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. હાર્દિક પટેલે ભાજપમાં જોડાતા અનેક લોકો માટે આ સપના સમાન ઘટના બની છે. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી સામે બાહો ચડાવતા હાર્દિક પટેલ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરવા લાગ્યા છે.

આ અંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ નિવેદન આપ્યું છે. ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ હાર્દિક પટેલના ભાજપમાં જોડાવા અંગે કહ્યું હતું કે, હાર્દિક પટેલ ભાજપમાં ગયા છે તે સંદર્ભમાં મારે કઈ કહેવાની જરૂર નથી. પરંતુ ભાજપના જે સમર્થકો છે, જે અંધ ભક્તો છે તેમને શરમ નહિ આવતી હોઈ. તે એમના મા બાપને શું મોઢું બતાવશે.

વધુમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, ભાજપના સમર્થકો ભાજપના ઝંડાઓ લઈને બધે ફરે છે. વિચારધારાની મોટી મોટી વાતો કરે છે. મારે આજની આ ઘટનામાં હાર્દિકને કે ભાજપને કઈ કહેવાની જરૂર નથી. ભાજપના જે અંધ સમર્થકો છે કે જે માત્ર ખુરશીઓને ગાભા મારવાનું કામ કરે છે. આ ગાભામાંરુ ગેંગ પર હસવું કે રડવું તે અસમંજસ પ્રશ્ન છે. મને તેમના પર દયા આવે છે. વિચારધારાના નામે તેઓ ગમે તેવું ચલાવી છે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે. એક તરફ કેટલાક લોકો હાર્દિક પટેલના ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નિર્ણયને આવકારી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો હાર્દિક પટેલના આ નિર્ણયને અયોગ્ય ગણાવી હાર્દિક પટેલનો વિરોધ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.