ફરી એકવાર જોવા મળશે વિચિત્ર ઘટના, ગુજરાતના આ શહેરમાં 4 જૂને થશે કંઈક એવું કે પડછાયો જ ગાયબ થઇ જશે

Gujarat

આપણે સૌ જાણીએ છીએ કે સૂર્યના તડકામાં કોઈ વસ્તુ, વ્યક્તિ કે કંઈ પણ હોય તેનો પડછાયો પડે છે. પરંતુ કેટલીકવાર એવી ખગોળીય ઘટનાઓ બનતી હોય છે જે ચોકાવી દે છે. અત્યારે હાલ અવકાશમાંથી અનોખા સંકેત મળી રહ્યા છે. જેણે લોકોને ચોંકાવી દીધા છે. આ ઘટનાને કારણે ગુજરાતના એક શહેરમાં 4 જૂને પડછાયો ગુમ થઈ જશે.

એક ન્યુઝ ચેનલના અહેવાલ અનુસાર શનિવારે એક ખગોળીય ઘટના સર્જાઇ રહી છે. જેમાં ગુજરાતના જામનગરમાં બપોરના 12:48 વાગ્યે સૂર્ય બરાબર માથા પર આવશે અને તેનો પડછાયો એક મિનિટ માટે સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જશે. આ દિવસને ઝીરો શેડો ડે તરીકે ઉજવવામાં આવશે. ખગોળીય ઘટનાની દ્રષ્ટિએ વર્ષમાં બે વખત સૂર્ય બરાબર માથા પર આવે છે અને આ દરમિયાન કેટલીક જગ્યાએ અમુક ક્ષણ માટે પડછાયો અદૃશ્ય થઈ જાય છે.

ખગોળ શાસ્ત્ર અનુસાર પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે અને તે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. સૂર્ય હંમેશા એકની એક જગ્યાએ ઉગતો દેખાતો નથી. ઉનાળામાં ઉત્તર તરફ દેખાય છે અને શિયાળામાં તે દક્ષિણ તરફ ખસતો દેખાય છે. સૂર્ય 23.5 અક્ષાંશ દક્ષિણ તરફ ખસવા લાગે છે. જેને દક્ષિણાયન કહે છે. જે 12 જૂન આસપાસ હોય છે અને આ દિવસને મોટામાં મોટો દિવસ માનવામાં આવે છે.

ખગોળ શાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્યનું ડેકલેરેશન ઊંચાઈ અને તે સ્થળના અક્ષાંશ સરખા હોય ત્યારે સૂર્ય લોકલ મેરિડીયન ક્રોસ કરે છે. અને સૂર્ય તે સ્થળે બરાબર લંબાકારે પડે છે. આ દરમિયાન ત્યાં થોડી ક્ષણ માટે પડછાયો અદ્રશ્ય થઇ જાય છે. અલગ અલગ સ્થળ માટે અક્ષાંશ મુજબ સૂર્યની બરાબર માથે આવવાની તારીખ અને સમય અલગ અલગ હોય છે. ત્યારે જામનગરમાં 4 જૂને 12:48 વાગ્યે સૂર્ય માથે આવશે અને પડછાયો અદ્રશ્ય થઈ જશે.

સૂર્યના દક્ષિણાયન દરમિયાન 8 જુલાઈના રોજ ફરીથી જામનગર શહેરમાં ઝીરો શેડો ડે ઉજવાશે. એટલે કે આ દિવસે જામનગરમાં ફરી થોડી ક્ષણ માટે સૂર્યનો પડછાયો અદ્રશ્ય થઈ જશે. જામનગરની ખગોળ પ્રેમી જનતા આ દિવસે સૂર્ય પ્રકાશ નીચે ઊભા રહીને જાતે તેની અનુભૂતિ કરી શકશે. આ ખગોળીય ઘટના જામનગરના લોકો સ્વયંભૂ અનુભવી શકશે.

Leave a Reply

Your email address will not be published.