છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી. ત્યારે આખરે એ દિવસ આવી જ ગયો કે હાર્દિક પટેલે કેસરીયો ખેસ ધારણ કરી લીધો. હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલન બાદ કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારે થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ગુરુવારે કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા છે. સી આર પાટીલ અને નીતિન પટેલે હાર્દિકને ખેસ પહેરાવ્યો અને હાર્દિકે ભાજપમાં એન્ટ્રી કરી છે.
આજે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો કમલમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ વચ્ચે હાર્દિક પટેલને ખેસ પહેરાવી અને તેમનું ભાજપમાં સ્વાગત કરવામાં આવ્યું છે. હાર્દિક પટેલે ભાજપમાં જોડાયા પહેલાં દુર્ગા પૂજા કરી હતી અને ત્યારબાદ એસજીવીપી ગુરુકુળમાં જઈ પૂજા પણ કરી હતી. હાર્દિકે ટ્વિટ કરીને પણ જણાવ્યું હતું કે આજથી નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઈ રહ્યો છું.
હાર્દિકે કહ્યું કે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં એક નાનો સિપાહી બનીને કામ કરીશ. તેમના આ ટ્વીટ બાબતે સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચાઓ થઈ રહી છે. આ ઉપરાંત લોકો પોતાના મંતવ્ય રજૂ કરી રહ્યા છે. હાર્દિક આજે ભાજપમાં જોડાયા છે. ત્યારે આ પહેલા અમદાવાદમાં ઘણા બધા બેનરો લગાવવામાં આવ્યા હતા કે હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાઇ રહ્યા છે. બેનરમાં હાર્દિકને સંઘર્ષશીલ અને યુવા પાટીદાર નેતા ગણવામાં આવ્યા હતા.
હાર્દિક પટેલે સી આર પાટીલ અને નીતિન પટેલની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કરીને ભાજપમાં એન્ટ્રી કરી લીધી છે. છેલ્લા કેટલાક સમયથી હાર્દિક ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી. ત્યારે આખરે આજે હાર્દિકે કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં એન્ટ્રી લીધી છે. તેમણે કહ્યું કે હવે હું એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છું.
હાર્દિક પટેલ વિશે સૌ કોઈ જાણે છે. પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક એક યુવા પાટીદાર નેતા તરીકે ઉભરી આવ્યા હતા. જે બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારે પણ તેઓ ચર્ચામાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસ માંથી થોડા સમય પહેલાં જ તેમણે રાજીનામું આપી દીધું. જો કે રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ થઈ રહી હતી. ત્યારે હાર્દિક પટેલ આજે કેસરીયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા છે.
પાટીદાર અનામત આંદોલનના યુવા પાટીદાર નેતા તરીકે ઉભરી આવેલા હાર્દિક પટેલ જયારે કોંગ્રેસમાં જોડાયા ત્યારે ઘણા બધા લોકોનું તેમને સમર્થન મળ્યું હતું. ત્યારે હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાવાની વાત કરી છે. હાર્દિક પટેલ આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે ત્યારે કમલમની આસપાસ ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિરોધીઓ બબાલ ન કરે તે માટે સાવચેતી રાખવામાં આવી છે.