હાર્દિક પટેલ હજુ તો ભાજપમાં જોડાયા જ છે ત્યાં જ તેનો વિરોધ શરૂ થયો છે. આજે ગાંધીનગરમાં હાર્દિક પટેલની વેલકમ પાર્ટી બાદ કમલમની બહાર એક યુવક દ્વારા હાર્દિક પટેલ પર સહી ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતો. જો કે તરત જ પોલીસે આ યુવકની અટકાયત કરી લીધી હતી.
ઉલ્લેખનીય છે પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો અને કોણહરેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આજે ભગવો ધારણ કર્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને પૂર્વ નાયબ મુખમંત્રી નીતિન પટેલની હાજરીમાં હાર્દિક પટેલે આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે.
આ માટે ગાંધીનગર ખાતે હાર્દિક પટેલની વેલકમ પરી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પરીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રાજકીય આગેવાનો ઉપરાંત અનેક સંતો પણ હાર્દિક પટના ભાજપ પ્રવેશ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા પહેલા હાર્દિક પટેલ નૌતમ સ્વામીને પગે લાગ્યો હતો.
ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા પહેલા હાર્દિક પેટેલે આજે સવારે એક ટ્વીટ પણ કર્યું હતું. ટ્વિટમાં હાર્દિક પટેલે લખ્યું હતું કે, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં એક નાનો સિપાહી બનીને કામ કરીશ.