મેજિસ્ટ્રેટ લખેલી કારનો પોલીસે 20 કિલોમીટર સુધી પીછો કર્યો, પછી થયું કઈક એવું કે પોલીસ પણ ચોકી ગઈ

India

મધ્યપ્રદેશની રીવા પોલીસે જંગી જથ્થામાં નશીલા કફ સિરપનું કન્સાઈનમેન્ટ પકડી પાડ્યું છે. પોલીસે જણાવ્યું કે કફ સિરપને લક્ઝરી કારમાં છુપાવીને પ્રયાગરાજથી રીવા લાવવામાં આવી રહી હતી. પોલીસને ચકમો આપવા માટે શાતિર તસ્કરે કારમાં મેજિસ્ટ્રેટ લખાવ્યું હતું.

પોલીસનું કહેવું છે કે તેમને બાતમીદારો દ્વારા માદક કફ સિરપ વેચતા અને બનાવનારાઓ વિશે માહિતી મળી હતી. નેશનલ હાઈવે 30ની આરટીઓ ચેકપોસ્ટ પર એક શંકાસ્પદ કાર જોવા મળી હતી. પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ડ્રાઈવરે કાર રોકી ન હતી. પોલીસથી લાંબું અંતર કાપ્યા બાદ આરોપી કારને રોડની બાજુમાં પાર્ક કરીને ભાગી ગયો હતો.

કારની તલાશી દરમિયાન પોલીસને કફ સિરપવાળા કાર્ટૂનના બંડલ મળી આવ્યા હતા. આ દરમિયાન પોલીસે કારને પકડી લીધી હતી પરંતુ આરોપી સ્થળ પરથી નાસી જવામાં સફળ રહ્યો હતો. રીવા જિલ્લાના નેશનલ હાઈવે પર શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ખટખારીમાં પોલીસે કારને જપ્ત કરી છે. પોલીસને કારમાંથી નશીલા કફ સિરપનો જંગી જથ્થો મળી આવ્યો હતો. હાલના દિવસોમાં પોલીસે ડ્રગ્સ સામે ઝુંબેશ હાથ ધરી છે. જેના કારણે દર બીજા કે ત્રીજા દિવસે નશીલા પદાર્થો પકડાઈ રહ્યા છે.

નશીલા પદાર્થનું કન્સાઈનમેન્ટ આવવાની બાતમી પરથી પોલીસે નાકાબંધી કરી હતી. આ દરમિયાન પોલીસની સામે એક કાર આવી. તેના પર મેજિસ્ટ્રેટ લખેલું હતું. આમ છતાં પોલીસે લગભગ 20 કિમી સુધી કારનો પીછો કર્યો હતો. જ્યારે ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. તેને શોધવા માટે સ્થળે સ્થળે દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે આ કફ સિરપની કિંમત લગભગ 1 લાખ 60 હજાર છે. જ્યારે કાર 9 થી 10 લાખ રૂપિયાની છે. આ કાર પિન્ટુ ગુપ્તા નામના વ્યક્તિની છે. જેની શોધ ચાલુ છે. તસ્કરોના આ કૃત્યથી પોલીસ પણ ચોંકી ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published.