દિગ્ગજ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં તેઓ એક યુવતી સાથે બેઠા હોય છે ત્યારે તેમની પત્ની જોઈ જતા હોબાળો મચાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે ભરતસિંહ સોલંકી ખુદ મીડિયા સામે આવ્યા છે અને તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી આ અંગે ખુલાસો કર્યો છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેઓ જે બોલ્યા તે સાંભળીને તમારી આંખો પહોળી થઈ જશે.
ભરતસિંહ સોલંકીએ વિડીયો બાબતે કહ્યું કે અમે માત્ર આઈસ્ક્રીમ ખાતા હતા. આ સાથે જ તેમણે એવું પણ કહ્યું કે સત્ય ક્યારે છૂપું રહેતું નથી. તે બહાર આવશે જ. પ્રેસ કોન્ફરન્સ તેઓ બોલ્યા હતા કે જો કોઈ તૈયાર થશે તો હું તો હજુ પણ લગ્ન કરવા તૈયાર છે.
ભરતસિંહ સોલંકીએ વાયરલ વિડીયો અંગે પણ માહિતી આપે છે. આ સાથે જ વાયરલ વીડિયોમા દેખાતી યુવતીની ઓળખ આપતા તેમણે કહ્યું છે કે આ યુવતીનું નામ રિદ્ધિ પરમાર છે. મારે તેમની સાથે સામાજિક સંબંધ છે કોઈપણ રાજકીય સંબંધ નથી. આ ઉપરાત કે તે કોઈ કાર્યકર નથી.
વાયરલ વિડીયો બાદ તેમણે રાજકારણમાં થોડા સમય માટે બ્રેક લેવાની પણ જાહેરાત કરી દીધી હતી. સાથે સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર તેઓ પોતાનું સામાજિક કાર્ય ચાલુ રાખશે તેવું પણ કહ્યું છે. એક ન્યુઝ ચેનલના અહેવાલ અનુસાર ભરતસિંહનો વિડીયો વાયરલ થતાં કોંગ્રેસની છબી પર આંગળીઓ ચિંધાઈ રહી છે. ત્યારે રાહુલ ગાંધીએ એક નેતાને તપાસ કરવા પણ મોકલ્યા છે.
ભરતસિંહ સોલંકીએ પોતાના પત્ની રેશમા પટેલ ઉપર આરોપ પણ લગાવ્યા છે. તેમણે કહ્યું કે મારી પાસે ઘણા જ પુરાવા છે જે હું કોર્ટમાં રજૂ કરીશ. ભરતસિંહે કહ્યું કે જ્યારે તેઓ કોરોના સામે ઝઝૂમી રહ્યા હતા અને ઓક્સિજન ઉપર હતા ત્યારે પણ તેમની પત્ની એવું જ કહેતી હતી કે ભરતસિંહની પ્રોપર્ટી મને આપી દો. તેઓ જણાવે છે કે એમને એટલે કે રેશમા પટેલને માત્ર પ્રોપર્ટીની ચિંતા છે.