યુવતી સાથે વાયરલ વિડીયો અંગે ભરતસિંહ સોલંકીના મોટો ખુલાસો, હવે મામલો વધુ ગુંચવાયો

Gujarat

ભરતસિંહ સોલંકીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમા ભરત સિંહ અન્ય યુવતી જોવા મળતા તેમના પત્ની રેશમા પટેલે હોબાળો મચાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ત્યારે વીડિયો મામલે ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી. તેમણે ખુલાસો કરતા કહ્યું હતું કે મીડિયામાં આવી જવાથી કોઈ વાતનો નિકાલ આવવાનો નથી. એટલે મેં એવું વિચાર્યું કે ઘરની વાત ઘરમાં રહે.

ભરતસિંહ સોલંકીએ વિડિયો અંગે ખુલાસો કરતા કહ્યું કે મારી પાસે ઘણા બધા પુરાવાઓ છે જેને હું કોર્ટમાં રજુ કરીશ. આ ઉપરાંત તેઓ પોતાની પત્નીનું નામ લીધા વગર જણાવે છે કે એમણે હંમેશા મારી મિલકતની ચિંતા કરી છે અને હું ક્યારે મરી જાવ તેની રાહ જુએ છે. ઉપરાંત તેઓ જણાવે છે કે મારા વિરુદ્ધ દોરા ધાગા પણ કરવામાં આવ્યા હતા. જ્યારે મને એવું લાગ્યું કે મારા જીવને જોખમ છે ત્યારે મેં નોટિસ આપી કે હું એમની સાથે નથી.

ભરતસિંહે પત્ની રેશમા પટેલનું નામ લીધા વગર એમ પણ કહી દીધું કે તેમને માત્ર મારી પ્રોપર્ટીમાં જ રસ છે. આ ઉપરાંત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે હું ત્રીજા લગ્ન પણ કરીશ. ભરતસિંહ વાયરલ વિડિયો અંગે જણાવે છે કે હાલમાં જે વિડીયો સામે આવ્યો તે આણંદના મકાનનો છે. જ્યાં હું એ યુવતી સાથે આઇસ્ક્રીમ ખાવા ગયો હતો. આ દરમિયાન યુવતીના ઘરે આ ટોળું આવી પહોંચ્યું હતું અને હોબાળો મચાવ્યો હતો.

ભરતસિંહ જણાવે છે કે સત્ય ક્યારેય છૂપું રહેતું નથી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે જો મને કોઈ સ્વીકારશે તો હું ત્રીજા લગ્ન પણ કરીશ. ભરતસિંહે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે આખા ગુજરાતમાં પૂછી લો મારો સ્વભાવ કેવો છે. જો મને કોઈ ગાળ બોલે તો પણ હું એક કરોડ રૂપિયા આપવા તૈયાર છું. ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશમા પટેલ વચ્ચે ઘણા સમયથી તકરાર ચાલી રહી છે.

એક ન્યુઝ અહેવાલ દ્વારા મળતી માહિતી અનુસાર ભરતસિંહ સોલંકીનો વાયરલ વિડીયો કોંગ્રેસ હાઈ કમાન્ડ પાસે પહોંચ્યો છે. ત્યારે ગુજરાતના નેતાઓએ ભરતસિંહ સોલંકીની ફરિયાદ કરી છે કે ભરતસિંહના કારણે અમારી મહેનત પણ પાણી ફરી વળ્યું છે અને પાર્ટીની છબી ખરાબ થઈ છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે ભરતસિંહ સોલંકી સુધરે નહી તો રાજકારણ છોડી દે.

આ અંગે જગદીશ ઠાકોરે ભરતસિંહનો બચાવ કરતા કહ્યું કે વીડિયો લોકોએ નેતાના રંગરેલીયા તરીકે વાયરલ કર્યો છે. પરંતુ ભરતસિંહ બૂમો પાડીને શું કહી રહ્યા છે તે કેમ નથી દર્શાવાયું. તેવા સવાલો અરવલ્લીના ભિલોડામાં કોંગ્રેસના શક્તિપ્રદર્શન કાર્યક્રમમાં જગદીશ ઠાકોરે ઉઠાવ્યા હતા.

ભરતસિંહ સોલંકીના પત્નીએ આ વિડીયો અંગે ખુલાસો કરતા મીડિયાને જણાવ્યું હતું કે હું ભરતસિંહને સમજાવવા પહોંચી હતી. હું હજુ પણ મારા પતિને ચાહું છું અને હું ઈચ્છું છું કે મારા પતિ મારી સાથે પરત આવી જાય. પરંતુ મને ગઈકાલે અચાનક ખબર પડી કે તેઓ આણંદ વિદ્યાનગર નજીક ઋતુરાજ આઈસ્ક્રીમની દુકાન આગળ આઇસ્ક્રીમ ખાતા હતા.

રેશમા જણાવે છે કે તેમને જોઈને મે તેની ગાડી ફોલો કરી અને તે જ્યાં રહે છે પેલી છોકરી સાથે ત્યાં હું ચાલી ગઈ. હું પહોંચી ત્યારે ઘરનો દરવાજો બંધ હતો. હું ચૂપચાપ ઊભી રહી અને પછી તેઓએ દરવાજો ખોલ્યો. તેઓ જણાવે છે કે હું હકીકતમાં તો તેમને સમજાવવા માટે ગઈ હતી. પરંતુ થોડી માથાકૂટ થઈ અને તેમણે આવવાની ના પાડી. આ ઉપરાંત તેમણે મારા પર હાથ ઉપાડવાની પણ કોશિશ કરી હતી.

જો કે વાયરલ વિડીયોમાં ભરતસિંહના પત્ની ગુસ્સે થઈને યુવતીને લાફા મારતા હોય તેવું દેખાઇ આવે છે. વાયરલ વિડીયો અંગે ભરતસિંહ સોલંકી કહ્યું કે આ કોઈ રંગરેલીયા નથી. અમે માત્ર આઇસક્રીમ ખાતા હતા અને એ લોકો આવીને યુવતી પર જંગલી રીતે તૂટી પડ્યા હતા. આ ઉપરાંત ભરતસિંહે એમ પણ કહ્યું છે કે સત્ય ક્યારેય છૂપું રહેતું નથી. તે સામે આવશે જ. આ ઉપરાંત ભરતસિંહ સોલંકીએ રાજકારણમા બ્રેક લેવાનું પણ જણાવ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published.