દેશ ભરમાંથી અવારનવાર ચમત્કારના કિસ્સા સામે આવતા હોય છે. સામન્ય રીતે આપણે કોઈ જગ્યાએ ભગવાન સ્વયંભૂ પ્રગટ્યા કે પછી માતાજી સ્વયંભૂ પ્રગટ્યા તેવું સાંભળ્યું હોય છે. પરંતુ હાલ એક અનોખો ચમત્કાર થયો છે. જેમાં સ્વયંભૂ ગંગાજી પ્રગટ થયા છે. આ ચમત્કાર જોઈને લોકોના હોંશ ઉડી ગયા છે.
આ કિસ્સો ગુજરાતના પાટણના જશોમાવ ગામમાંથી સામે આવ્યો છે. જ્યાં ભરઉનાળે સ્વયંભૂ ગંગાજી પ્રગટ્યા છે. નિર્જળ ભૂમિમાંથી પાણી બહાર આવતા લોકો આંખો ચોળતા રહી ગયા. કળિયુગમાં થયેલા આ ચમત્કારથી લોકો ધ્રુજી ગયા. પાટણ જિલ્લાના આ ગામમાં કાળા ઉનાળે સ્વયંભૂ પાણી વહેતું થયું છે.
આ ગામનું તળાવ સૂકુ હતું. ત્યારે આ ચમત્કાર થતાં નજરોની સામે જ તળાવ છલકાઈ ગયું. ત્યારે ગામના લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા. ભર ઉનાળે પાણીની મોટી આવક જોઈને લોકો કહેવા લાગ્યા કે જમીનમાંથી સાક્ષાત ગંગાજી પ્રગટ્યા છે. એક બાજુ લોકો પાણી માટે રઝળપાટ કરતા હતા ત્યારે બીજી બાજુ સ્વયંભૂ પાણી વહેતું થતાં લોકો ચોંકી ગયા.
સૂકુ પડેલું તળાવ અચાનક છલકાઈ જાય તે વાત તો માન્યામાં ન આવે. ત્યારે મીડિયા વાળા સમાચાર સાંભળતા જ તાત્કાલિક આ તળાવની મુલાકાતે પહોંચી ગયા હતા. આ દરમિયાન સચોટ જાણકારી મેળવવા માટે પાણી ક્યાંથી આવ્યું તેની તપાસ પણ કરવામાં આવી હતી. જો કે પાણી આવે તેવું શક્ય ન હોવાથી જમીનમાંથી જ પાણી બહાર આવ્યું હોવાનું નક્કી લાગી રહ્યું છે.
ભરઉનાળે જ્યારે પાણીની ખૂબ તંગી ઊભી થઈ હતી ત્યારે સ્વયંભૂ પાણી વહેતું થતાં ગામલોકો તેને પ્રસાદી રૂપ ગણીને માથે ચડાવવા લાગ્યા હતા. આ સાથે જ લોકો એવું માની રહ્યા છે કે ગામલોકોની અને પશુ પક્ષીઓની વ્યથા સમજીને સાક્ષાત ગંગાજી પ્રગટ થયા છે. લોકો આ ઘટનાને ચમત્કાર માની રહ્યા છે. કેટલાક ગામડાઓમાં પાણી માટે લોકો વલખાં મારે છે ત્યારે પાટણમાં સ્વયંભૂ પાણી રૂપે ગંગાજી પ્રગટ્યા હપય તેવું લોકો માની રહ્યા છે. આ પાણી લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.