સુરતમાં બેફામ બનેલા એસટી બસ ચાલકે યુવકને કચડી માર્યો, રોડ પર મૃત દીકરાને જોઈને પિતાનું હૈયાફાટ રુદન

Gujarat

સુરતમાં વાહનોને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. દિવસેને દિવસે અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે. સુરતમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ફરી એસટી બસ ચાલકે 17 વર્ષિય કિશોરને કચડી માર્યો છે. એસટી બસ ચાલકની બેદરકારીએ યુવકનો જીવ લીધો.

સુરતના સરથાણા વિસ્તારમાં આ ઘટના ઘટી છે. જેમાં સીમાડા સામે આવેલા ફ્લાયઓવર બ્રિજ પરથી મોપેડ પર પસાર થઇ રહેલા 17 વર્ષીય યુવકને મહારાષ્ટ્ર એસટી બસ ચાલકે કચડી માર્યો છે. બસ ચાલકની બેદરકારીને કારણે આ ઘટના સર્જાઈ છે. કિશોરના માથા પરથી બસનું ટાયર પસાર થતા આ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. બનાવની જાણ થતા પરિવારજનો ઘટના સ્થળ પર દોડી ગયા હતા.

કમાટીભર્યા અકસ્માતને કારણે ઘટના સ્થળ પર જ યુવકનું મોત થયું હતું. ત્યારે યુવકના પિતાના હૈયાફાટ રુદન જોઈને ઘટના સ્થળ પર ઉપસ્થિત તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. આ બનાવ અંગે જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની તપાસ ચાલુ કરી હતી. મૃત્યુ પામનાર યુવકનુ જેનીલભાઈ સાવલિયા છે.

પાસોદરા વિસ્તારમાં રહેતા મનીષભાઈ સાવલિયા ખાનગી સ્કૂલમાં શિક્ષક છે. તેમનો 17 વર્ષનો પુત્ર જેનીલ 12 ધોરણમાં અભ્યાસ કરતો હતો. ત્યારે વેકેશન દરમિયાન પરિવારને મદદ કરવા માટે તે નાઈટમા હીરાના કારખાનામાં નોકરી કરતો હતો. દરરોજની જેમ જેનીલ મંગળવારે રાત્રે બાઇક લઇને નોકરી પર જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન તે સીમાડા નાકાની સામેના ઓવર બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો.

આ દરમિયાન બ્રિજ પર પુરઝડપે પસાર થતી એક લાલ કલરની મહારાષ્ટ્ર પાસિંગની એસટી બસના ચાલકે તેને અડફેટે લેતા તેનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. જો કે બસચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટના સ્થળ પર ઉપસ્થિત લોકોએ જેનિલના મોબાઈલમાંથી મળી આવેલા નંબરને આધારે પરિવારને જાણકારી કરી હતી.

બનાવ અંગે જાણ થતાં પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારે દીકરાને જોઈને પિતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા હતા. જુવાનજોધ દીકરાને મૃત અવસ્થામાં જોઈને પિતાએ પોક મૂકી હતી. ત્યારે પિતાનું હૈયાફાટ રુદન જોઈને ત્યાં ઉપસ્થિત તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. પોલીસે ઘટના અંગે ગુનો નોંધી ડ્રાઇવરની શોધ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published.