ભરતસિંહ સોલંકી માટે રંગરેલિયા શબ્દ વાપરવો કેટલો યોગ્ય? ચારિત્ર પર લાગેલો દાગ કોઈની અનેક વર્ષોની રાજકીય કારકિર્દી એક દિવસમાં ખતમ કરી નાખે છે

Gujarat

છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી ભારે ચર્ચામાં છે. જેનું કારણ છે એક વાયરલ વિડીયો. તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં ભરતસિંહ સોલંકી એક યુવતી સાથે રૂમમાં બેઠા હોય છે અને તેમના પત્ની રેશમા પટેલ ધીમેથી રૂમમાં પ્રવેશે છે અને આ સમગ્ર ઘટનાનોનો વિડીયો રેકોર્ડિંગ કરે છે.

વીડિયોમાં ભરતસિંહ સોલંકીના પત્ની તે યુવતીને કહી રહ્યા છે કે તું મારો પતિ લઇ ગઈ, તેના માટે મેં બધું છોડી દીધું, જે મારો ન થયો તે તારો શું થવાનો વગેરે જેવા શબ્દો બોલી રહ્યા છે. સાથોસાથ ભરતસિંહ સોલંકીના પત્ની અને તે યુવતી વચ્ચે ઝપાઝપી પણ થાય છે. આ વાક્યો અને વીડિયોની ઘટના પરથી ભરતસિંહ સોલંકીના પત્ની તે યુવતી સાથે ભરતસિંહ સોલંકીના કોઈ સંબંધ હોય તેવું પ્રતીત કરાવી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે.

આ વાયરલ વિડીયો બાદ “ભરતસિંહ સોલંકી યુવતી સાથે રંગરેલિયા કરતા પકડાયા” જેવા શબ્દોનો ઉપયોગ થઇ રહ્યો છે. ત્યારે અહી સવાલ એ ઉભો થાય છે કે ભરતસિંહ સોલંકી માટે આ શબ્દ વાપરવો યોગ્ય છે કે નહિ? વાયરલ વિડીયો બાદ ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફ્રન્સ યોજી આ અંગે ખુલાસો કર્યો હતો અને મીડિયાના સવાલોના ખુલ્લા મને જવાબ આપ્યા હતા.

આ દરમિયાન ભરતસિંહ સોલંકીએ પોતાના માટે “રંગરેલિયા” શબ્દ વાપરવા અંગે નારાજગી દર્શાવી હતી. આ અંગે બે પાસાઓ પર વિચારવા જેવું છે. પ્રથમ પાસુ એ છે કે વાયરલ વીડિયોમાં ભરતસિંહ સોલંકી માત્ર તે યુવતી સાથે બેઠેલા જોવા મળે છે. આ સિવાય ભરતસિંહ સોલંકીના તે યુવતી સાથે કોઈ આડસંબંધ હોવાના કોઈ પણ પુરાવાઓ સામે આવ્યા નથી. જેથી ભરતસિંહ સોલંકીના તે યુવતી સાથે કોઈ આડસંબંધ હોવા તે વાત કહેવી કે ભરતસિંહ સોલંકી માટે રંગરેલિયા શબ્દ વાપરવો અયોગ્ય છે.

બીજા પાસા અંગે વાત કરીએ તો વાયરલ વીડિયોમાં ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા પટેલ જે શબ્દો ઉચ્ચારી રહ્યા છે તેના પરથી એવું પ્રતીત થઇ રહ્યું છે કે ભરતસિંહ સોલંકીના તે યુવતી સાથે આડસંબંધ હોય. પરંતુ ભરતસિંહ સોલંકીના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાય સમયથી ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશમા પટેલ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. આ પહેલા પણ બંને દ્વારા એકબીજા પર આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરવામા આવ્યા છે. જેથી આ વાયરલ વિડીયોને આધારભૂત ગણી ભરતસિંહ સોલંકી અને તે યુવતી વચ્ચે કોઈ આડસંબંધ હોવાનું અનુમાન લગાવી કોઈના ચારિત્ર પર શંકા કરવી અયોગ્ય છે. કારણ કે ચારિત્ર પર લાગેલો દાગ કોઈની અનેક વર્ષોની રાજકીય કારકિર્દી એક દિવસમાં ખતમ કરી નાખે છે.

Leave a Reply

Your email address will not be published.