વેધર એનાલિસ્ટ અશોકભાઈની આગાહી જાણી લેજો, પ્રિ મોન્સૂનથી લઈને ચોમાસાના આગમન સુધી કેવી રીતે બદલાશે વાતાવરણ

Weather

ગુજરાતમાં ચોમાસાના આગમનની રાહ જોવાઇ રહી છે. બસ હવે ટૂંક જ સમયમાં મેઘરાજાનું આગમન થઈ જશે. ત્યારે ક્યારે અને કેવો વરસાદ રહેશે તથા કેવું વાતાવરણ રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલે જણાવ્યું છે. એક ન્યુઝ સાઈટના અહેવાલ અનુસાર વેધર એનાલિસ્ટ અશોકભાઈના જણાવ્યા અનુસાર હાલ બે દિવસ ગુજરાતમાં તડકા સાથે ગરમી પડશે. ત્યારબાદ વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

અશોકભાઈ પટેલે આગાહી કરતાં જણાવ્યુ છે કે આગામી 6 જૂનથી ઉપલા લેવલે અસ્થિરતા વધશે. એટલે કે વાદળાંઓ બંધાશે. જેના કારણે 10 જૂન સુધીમાં પ્રિ મોન્સુન વરસાદ થશે. આ સાથે જ ભારે પવન ફૂંકાઇ શકે છે. જો કે ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ 15 જૂન આસપાસ બેસે તેવી શક્યતા છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં 12 જૂન આસપાસ હળવો વરસાદ થાય તેવી શક્યતા છે.

અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સ્થગિત થયેલી ચોમાસાની પાંખ બે દિવસથી આગળ વધી છે. જેથી આજે ઉત્તર અને મધ્ય બંગાળ ખાડીમાં ચોમાસુ આગળ વધ્યું છે. ત્યારે આ ચોમાસુ આગળ વધતા વધતા ટુંક જ સમયમાં ગોવા સુધી પહોંચી જશે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવતાં વરસાદ થશે. જેના બે દિવસ પછી ગુજરાતમાં વરસાદના પધરામણા થશે.

અશોકભાઈના જણાવ્યા અનુસાર રાજ્યમાં 10 જૂન સુધી ભારે પવનો ફૂંકાવાની શક્યતા છે. જો કે પવનની દિશા ફરતા આગાહીમાં થોડો ઘણો ફેરફાર પણ થઈ શકે છે. રાજ્યમાં 5 જૂન સુધી તડકો યથાવત રહેશે. ત્યારબાદ વાદળાં બંધાવાનું શરૂ થશે. આ સાથે જ વાતાવરણનો મિજાજ બદલાતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થશે.

અશોકભાઈના જણાવ્યા અનુસાર 5 જૂનથી રાજ્યમાં ભેજનું પ્રમાણ વધશે ત્યારે બફારાનો પણ અહેસાસ થશે. દરિયાઈ પટ્ટીમાં પણ ભેજનું પ્રમાણ વધશે. લોકોને સૂર્યના આકરા તાપથી છુટકારો મળશે પરંતુ બફારો યથાવત રહેશે. 8 જૂન બાદ વાતાવરણનો મિજાજ બદલાતા ઠંડો પવન ફૂંકાશે જેના કારણે વરસાદી ઝાપટાં પડશે. જ્યારે 14 જૂન આસપાસ રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થશે. ખાસ નોંધ આ આગાહી સુરત વાળા અશોકભાઈ પટેલની છે.

Leave a Reply

Your email address will not be published.