વૈજ્ઞાનિકોએ આપી ગંભીર ચેતવણી પૃથ્વી પર આવશે મોટું સંકટ, ચારે બાજુ મચી જશે અફરા તફરી

World

વૈજ્ઞાનિકો રિસર્ચના આધારે અવારનવાર રિપોર્ટ આપતા રહે છે. જેમાં કેટલીક વાર સંકટના સમાચાર પણ સામે આવતા હોય છે. ત્યારે હાલમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે માણસ આ ધરતી રહેવા લાયક નહીં છોડે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે પર્યાવરણમાં ચારેબાજુ બદલાવ આવશે જેથી ધરતી પર અફરાતફરીનો માહોલ સર્જાશે.

એક ન્યુઝ અહેવાલ અનુસાર વૈજ્ઞાનિકોએ ચેતવણી આપતા જણાવ્યું છે કે પૃથ્વીનું ભવિષ્ય સારું દેખાય રહ્યું નથી. ગ્લેશ્યરનું પીગળવું, જંગલોમાં આગ લાગવી, કમોસમી વરસાદ, ભયંકર ગરમીની ઘટના સતત વધી રહી છે. ત્યારે તેના પર નિયંત્રણ કરવું એ મનુષ્યના બસની વાત નથી. માત્ર ધરતી જ ગરમ નથી થઈ રહી પરંતુ કલાઇમેટ ચેન્જ પણ વધી રહ્યું છે. જેના કારણે પર્યાવરણમાં મોટો બદલાવ આવશે.

હાલમાં થયેલા એક રિસર્ચમાં મનુષ્યની ગતિવિધિઓથી થનારા નુકસાનનું ખૂબ જ સચોટ રીતે અવલોકન કરવામાં આવ્યું છે. જેના આધારે એક રિપોર્ટ આપવામાં આવ્યો છે. જેમાં પૃથ્વીનો એક ફોટો બતાવવામાં આવ્યો છે જે ખૂબ ભયાનક છે. આ સાથે જ વૈજ્ઞાનિકોએ ચેતવણી પણ આપી છે કે પર્યાવરણ બદલાતા પૃથ્વી પર અફરાતફરીનો માહોલ સર્જાશે.

પોર્ટુગલ સ્થિત યુનિવર્સિટી ઓફ પોર્ટોમાં ડિપાર્ટમેન્ટ ઓફ ફીઝીક્સ એન્ડ એસ્ટ્રોનોમીના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે જો બદલાતાં પર્યાવરણને સુધારવામાં નહીં આવે તો ભવિષ્યની હાલત ખુબ જ ખતરનાક બની જશે. આ સાથે જ ક્લાઈમેટ ચેન્જ બાબતે પણ જણાવવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે ક્લાઇમેટ ચેન્જને કારણે ધરતી પર તબાહીનો મંજર દેખાઈ રહ્યો છે.

વૈજ્ઞાનિક કહ્યું છે કે પર્યાવરણમાં થતા બદલાવને જો રોકવામાં નહીં આવે તો એવી પ્રાકૃતિક ઘટનાઓ ઘટશે જેનો મનુષ્યએ ક્યારેય વિચાર પણ નહીં કર્યો હોય. જેવી રીતે કોઇ ઘટના વખતે ભાગદોડ મચી જાય છે અને માણસને કંઈ વિચારવાની કે સમજવાની વાત હોતી નથી. આ ઉપરાંત જંગલમાં જ્યારે સિંહ શિકાર કરવા નીકળે છે અને તેને જોઈને જાનવરના નાના ટોળા જેમ અફરાતફરી કરવા લાગે છે તેવો માહોલ સર્જાશે.

વૈજ્ઞાનિકો જણાવે છે કે ભવિષ્યમાં એવી પરિસ્થિતિ આવશે કે જેની મનુષ્યએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. જ્વાળામુખી વિસ્ફોટની સંખ્યા પણ વધી શકે છે. આ સાથે જ વૈજ્ઞાનિકો જણાવે છે કે ગ્લેશિયર પીગળવાના કારણે સમુદ્રના સ્તરમાં વધારો થશે. જેને કારણે અચાનકથી પૂર આવવાની ઘટના સર્જાઇ શકે છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ પાણીની અછત પણ જોવા મળશે.

હાલ ઉનાળામાં સખત ગરમીથી લઈને શિયાળામાં સખત ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ ઉપરાંત વાતાવરણમાં થતાં બદલાવને કારણે કેટલીકવાર કમોસમી વરસાદ પણ થઇ શકે છે. ત્યારે જો પરિસ્થિતિમાં બદલાવ કરવામા નહી આવે તો વાતાવરણમા અચાનક પલટો જોવા મળશે. આ સાથે જ કેટલીક ભયાનક પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. જેના કારણે ધરતી પર અફરાતફરી મચી જશે.

Leave a Reply

Your email address will not be published.