આ છે ગુજરાતનું સૌથી ધનવાન ગામડુ, ગામની બેંકમાં પડ્યા છે એટલા રૂપિયા જેની તમે કલ્પના પણ ન કરી શકશો

Story

આપણે સોશિયલ મીડિયામાં અવાર નવાર ધનિક વ્યક્તિઓ વિશે સાંભળતા હોય છે. પરંતુ ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ ગામ ધનિક હોય. કોઈ ગામ પાસે ધનનો ભંડાર હોય. તો આજે અમે તમને ગુજરાતના એક એવા ધનિક ગામ વિશે જણાવીશું જેની બેંકોમાં કરોડો રૂપિયા પડ્યા છે. ગુજરાતમાં રહેતા મોટા ભાગના લોકો પણ આ વાતથી અજાણ હશે. તો આવો જાણીએ આ ગામ વિશે.

ગુજરાતના આ ગામનું નામ વિશ્વના સૌથી અમીર ગામોમાં શામેલ થયું છે. આ ધનવાન ગામ એટલે કે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું માધાપર. આ ગામમાં 17 જેટલી બેંકો આવેલી છે. આ ઉપરાંત હોસ્પિટલ પણ આવેલ છે. આ ગામમાં આશરે 7600 જેટલા પાકા મકાનો છે. આ ગામ પૈસાની સાથે સાથે વસ્તીની દ્વષ્ટિએ પણ ખૂબ મોટુ છે.

માધાપર ગામના લોકોએ ગામની બેંકમાં કરોડો રૂપિયા જમા કરાવ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ ગામમાં રહેતા લગભગ દરેક વ્યક્તિના બેંક ખાતામાં 15 લાખ જેટલી મોટી રકમ જમા છે. આ ગામમાં સત્તર બેંકો ઉપરાંત શાળા, કોલેજ, તળાવ, ઉદ્યાનો, હોસ્પિટલ અને મંદિરો પણ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીં એક ગૌશાળા પણ આવેલી છે.

આ ગામ ધનિક છે તેની પાછળનું એક કારણ પણ છે. એક રિપોર્ટ અનુસાર આ ગામમાં રહેતા મોટા ભાગના લોકોના સંબંધીઓ વિદેશમાં રહે છે. જેમાં યુકે, અમેરિકા અને આફ્રિકા જેવા દેશો શામેલ છે. આ ઉપરાંત માધાપર ગામના 65 ટકા જેટલા લોકો NRI છે. જે પોતાના પરિવારજનોને વિદેશથી કમાઈની પૈસા મોકલે છે.

આ ગામમાં ઘણા લોકો એવા પણ છે જેઓ વર્ષો સુધી વિદેશમાં રહીને માધાપર પરત ફર્યા છે. ત્યારબાદ અહીં અનેક પ્રકારના ધંધા શરૂ કરીને તેઓ કમાણી કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર માધાપર વિલેજ એસોસિએશનની રચના વર્ષ 1968 માં લંડનમાં કરવામાં આવી હતી. જેનો હેતુ વિદેશમાં માધાપરના લોકો એક જગ્યાએ સભાઓ કરી શકે તે માટેનો હતો.

તેની ઓફિસ પણ માધાપરમાં ખોલવામાં આવી હતી. જે લોકોને એકબીજા સાથે જોડાયેલા રાખે છે. આ ગામની મોટી વસ્તી વિદેશમાં રહે છે. પરંતુ તે તમામ લોકો પોતાના મૂળ એટલે કે માધાપર સાથે હંમેશા જોડાયેલા રહે છે. બસ આ જ કારણ છે કે આ ગામે ધનવાન વિલેજ તરીકેનો રેકોર્ડ બનાવ્યો છે. આ ગામના લોકો વિદેશમાં રહીને પણ બદલાયા નથી.

હજુ પણ આ ગામના લોકો પોતાના વતનને ખૂબ પ્રેમ કરે છે. તેમની કમાણીના મોટા ભાગના નાણા ગામની બેંકોમાં જમાં છે. જેથી તે ધનિક ગામ તરીકે ઉભરી આવ્યું છે. આ ગામમાં આજે પણ ખેતીને રોજગારીનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. અહીં બનેલા ઉત્પાદનો મોટાભાગે મુંબઈમાં વેચાણ માટે મોકલવામાં આવે છે. આ ગામની બેંકોમાં હાલ કરોડો રૂપિયા જમા છે. એક ન્યુઝ રિપોર્ટ અનુસાર અહીંની બેંકમાં પાંચ હજાર કરોડ જમા છે.

Leave a Reply

Your email address will not be published.