આણંદ કૃષિ યુનિવર્સીટીના હવામાન વિભાગની મહત્વની આગાહી, આ તારીખે ગુજરાતમાં સક્રિય થશે ચોમાસુ

Weather

રાજ્ય ભરમાં છેલ્લા કેટલાક દિવસથી બફારો યથાવત છે. ત્યારે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. રાજ્યમાં વરસાદના એંધાણ પણ દેખાય રહ્યા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વાદળાં છવાયા છે. ત્યારે એક ન્યુઝ અહેવાલ અનુસાર આણંદની કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગે ચોમાસાને લઇને મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં 20 જૂનથી ચોમાસું સક્રિય થશે.

હવામાન નિષ્ણાંત દ્વારા ચોમાસુ કેવું રહેશે તે અંગે પણ માહિતી આપવામાં આવી છે. આ વર્ષે ચરોતરમાં ચોમાસુ સારુ રહેશે તેવા એંધાણ છે. જો કે છેલ્લા ચાર વર્ષથી ચરોતરમાં ચોમાસાનો સો ટકા વરસાદ વરસે છે. ત્યારે આ વર્ષે પણ ચરોતરમાં મેઘરાજા મન મૂકીને વરસશે. આ સાથે આ વર્ષે વાવણીલાયક વરસાદ ક્યારે થશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

હવામાનના નવા અપડેટ અનુસાર ગુજરાતમાં 20 જૂન સુધીના ચોમાસુ સક્રિય થશે. જો કે આ પહેલા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થશે. આ સાથે ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાઇ તેવી પણ શક્યતા છે. હવામાન ખાતાએ જણાવ્યું છે કે કેરળમાં નૈઋત્યનું ચોમાસું બેસી ગયું છે. પરંતુ પ્રબળ પ્રિમોન્સૂન એક્ટિવિટી જેવું વાતાવરણ હજી જોવા મળ્યું નથી.

ઉલ્લેખનીય છે કે કેરળમાં 15 જૂનથી વરસાદ આવી શકે છે. એટલે કે કેરળમાં સત્તાવાર પ્રબળ ચોમાસુ સક્રિય થઈ જશે. જે બાદ મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થશે. જેના ત્રણ દિવસ બાદ ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે ગુજરાતમાં જલ્દીથી વાવણીલાયક વરસાદ થશે. આ સાથે જ પાક સારો થશે.

હવામાન ખાતાએ જણાવ્યું છે કે જૂન મહિનામાં ચોમાસુ સત્તાવાર રીતે ગુજરાતમાં બેસી જશે અને જૂન મહિનામાં જ સામાન્ય વરસાદથી ચોમાસાની શરૂઆત થશે. હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં બે દિવસ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળશે. જો કે સોમવારથી વાતાવરણમાં પલટો આવશે. આ સાથે જ હળવા છાંટા પડે તેવી શક્યતા છે.

મહત્વનું છે કે આ વર્ષે સમગ્ર દેશમાં ચોમાસુ સારૂ રહેશે. આ સાથે દેશમાં 103 ટકા જેટલો વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં છેલ્લાં ત્રણથી ચાર દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. એવામાં હવામાન વિભાગ પણ ચોમાસાને લઇને સતત આગાહી કરી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે ચોમાસાને લઇને આગાહી કરતા જણાવ્યુ કે આજે કેરળમા વરસાદ વરસી શકે છે.

હાલ રાજ્યમા પ્રિ મોનસૂન એક્ટિવિટીની અસર નહિવત જોવા મળી રહી છે. પરંતુ રાજ્યમા બે દિવસ બાદ વાતાવરણમા પલટો આવી શકે છે. જેથી રાજ્યમા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા વાદળછાયુ વાતાવરણ રહેશે. ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં દરિયામાં તોફાની પવનની આગાહી કરવામાં આવી છે. જેથી દરિયા કાંઠાના આસપાસનાં વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગ દ્વારા કાંઠાના આસપાસના વિસ્તારોમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જેના પગલે પોરબંદર પંથકના માછીમારોને દરિયો ન ખેડવા અંગે સૂચના આપવામાં આવી છે. આ સાથે જ હળવા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જો કે રાજ્યમાં સત્તાવાર ચોમાસુ 12 જૂન બાદ સક્રિય થશે.

Leave a Reply

Your email address will not be published.