વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાતના મુખ્ય કાર્યાલય હેડગેવાર ભવનમાં આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સમન્વય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સી આર પાટિલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના કેટલાક નેતા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ હેડગેવાર ભવન ખાતે પહોંચ્યા હતા.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ રોડ પર કાર પાર્ક કરી હતી. આ દરમિયાન તેમની કારનો આગળનો કાચ તૂટી ગયો. જે જોઈને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. ત્યારે આ ઘટના કેવી રીતે બની તે જાણીને તમે ચોંકી જશો. હકીકતમાં જીતુ વાઘાણી કાર રોડ પર પાર્ક કરીને ગયા કે તુરંત જ તેના પર વાંદરા કૂદકા મારવા લાગ્યા હતું. જેથી આગળનો કાચ તૂટી ગયો.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સમન્વય બેઠકમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જ્યા રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર થવાના હતા. દર વર્ષે જૂન મહિનામાં અને નવેમ્બર મહિનામાં આ સમન્વય બેઠક યોજવામાં આવે છે. આજે અમદાવાદમાં RSS અને ભાજપની બેઠક મળી હતી.
આ બેઠકમાં રાજ્યની ચૂંટણીઓમાં સંઘની ભૂમિકા તથા સંઘ પાસે જે કંઈ વિચારો છે તેની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હીથી ભાજપ સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ પણ હાજર રહ્યા હતા. આ બેઠક અઢી કલાક સુધી ચાલી હતી. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી મામલે ભાજપે ફાસ્ટ્રેક મોડ પર તૈયારીઓ શરૂ કરી દેતા વહેલી ચૂંટણીની ચર્ચાએ જોર પકડ્યું છે.
રિપોર્ટ મુજબ ભાજપ એ RSSની રાજકીય પાંખ છે. સમગ્ર દેશભરમાં સંઘ અને ભાજપ વચ્ચે નિયમિત બેઠકો યોજાતી હોય છે. ત્યારે સૌપ્રથમ વખત ભાજપના મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ બંને આરએસએસનું બેકગ્રાઉન્ડ ધરાવતા નથી .જેથી એ મુદ્દો પણ મહત્વનો છે. આ બેઠકમાં રાજકીય સામજિક સહિતના મુદ્દાઓ પર પણ વાત થઈ હતી.
અમદાવાદ શહેરમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્વયંસેવક બેઠકમાં સી આર પાટીલ અને ગૃહરાજ્યમંત્રી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠકમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પણ હાજરી આપી હતી. તેમણે પોતાની કાર રોડ પર પાર્ક કરી હતી ત્યારે જીતુ વાઘાણીની કાર પર વાંદરાએ કૂદાકૂદ કરી આગળનો કાચ તોડી નાખ્યો.