ભરતસિંહ સોલંકી સાથે વીડિયોમાં દેખાતી યુવતી રિદ્ધિ પરમારે દાખલ કરી પોલીસ ફરિયાદ, હવે કોની વધશે મુશ્કેલી

Gujarat

ભરતસિંહ સોલંકીનો પારિવારિક મુદ્દો હવે જગજાહેર થયો છે. હાલમાં જ ભરતસિંહનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે આ મુદ્દાને લઈને ખુદ ભરતસિંહ સોલંકી મીડિયા સામે આવતા રંગરેલિયા શબ્દ વાપરવા પર દુખ વ્યક્ત કર્યું હતું.

પત્રકાર પરિષદ દરમિયાન ભરતસિંહ સોલંકીએ એવો પણ ખુલાસો કર્યો હતો કે તેઓ યુવતીના ઘરે આઈસ્ક્રીમ ખાવા માટે ગયા હતા. ત્યારે શું હકીકત છે તે ચર્ચાનો વિષય છે. આ દરમિયાન આ મુદ્દાને લઈને એક મહત્વના સમચાર સામે આવ્યા છે. ભરતસિંહ સોલંકી સાથે વીડિયોમાં દેખાતી યુવતી કે જેનું નામ રિદ્ધિ પરમાર છે તેમણે આ મુદ્દાને લઈને એક એવું પગલું ભર્યું છે જે રેશમા પટેલ પર છે.

ભરતસિંહ સોલંકી જ્યારે યુવતીના ઘરે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા ત્યારે રેશમા પટેલ લગભગ દસ જેટલા શખ્સો સાથે ત્યાં આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત યુવતી સાથે ઝપાઝપી કરીને યુવતી વિશે અપશબ્દો બોલ્યા હતા. ત્યારે યુવતીએ રેશમા પટેલ સહિત દસ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. રિદ્ધિ પરમારે ટાઉન પોલીસ મથકે અરજી આપી છે. તેણે પોલીસ સ્ટેશનમાં જણાવ્યુ કે મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તોફાન કરવામાં આવ્યું છે.

આ સાથે જ યુવતીએ ખુલાસો કરતા જણાવ્યું કે ભરતસિંહ સામાજિક કાર્ય અંગે વાતચીત કરવા માટે તેના ઘરે આવ્યા હતા. આ દરમિયાન રેશમા પટેલ કેટલાક શખ્સો સાથે ઘરે આવી પહોંચ્યા અને હુમલો કર્યો. આ ઉપરાંત વિડીયો ઉતારી બદનામ કરવાના આરોપ પણ યુવતીએ રેશમા પટેલ પર લગાવ્યા છે. ત્યારે આ પારિવારિક મુદ્દો જગજાહેર થયો છે. હવે આ મુદ્દો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

ભરતસિંહ સોલંકીએ પણ આ અંગે જણાવ્યું છે કે તેઓ સામાજિક કાર્ય અંગે વાતચીત કરવા માટે યુવતીના ઘરે પહોંચ્યા હતા. આ સાથે જ સાથે આઈસ્ક્રીમ ખાવાની પણ વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે સત્ય ક્યારેય છૂપું રહેતું નથી તે બહાર આવશે. આ ઉપરાંત રેશમા પટેલથી છૂટા થઈને જો કોઈ તૈયાર થશે તો ત્રીજા લગ્ન કરવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published.