ચારધામ યાત્રા માટે ગયેલ બસ ખીણમાં ખાબકી, 17 યાત્રાળુઓના ઘટના સ્થળે જ મોત

India

ચારધામ યાત્રા કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોના કાળ દરમિયાન ચારધામ યાત્રા બંધ હોવાથી હાલ મોટી સંખ્યામાં ભક્તો યાત્રા કરવા માટે પહોંચી ગયા છે. ઉત્તરાખંડમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હાલ યમુનોત્રી જઈ રહેલી યાત્રીઓ ભરેલી એક બસ ખીણમાં પડી જવાની ઘટના સામે આવી છે. આ ભીષણ અકસ્માતમાં ઘણા યાત્રિકો મૃત્યુ પામ્યા છે.

યમુનોત્રી જઈ રહેલી આ બસમાં 40 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે આ બસ 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી જતા 17 શ્રદ્ધાળુઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મોતના આંકડામાં હજુ પણ વધારો થાય તેવી શક્યતા છે. ઘટના અંગે જાણ થતા જ પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તથા બચાવ કાર્ય હાથ ધર્યું છે.

ઉત્તરાખંડમાં સર્જાયેલા ભીષણ અકસ્માતમાં 17 કરતા પણ વધારે શ્રદ્ધાળુઓના મોત થયા છે. ત્યારે બચેલા શ્રદ્ધાળુઓમાંથી મોટાભાગના લોકોની સ્થિતિ ગંભીર છે. આ અકસ્માત યમુનોત્રી નેશનલ હાઈવે નજીક સર્જાયો હતો. યમુનોત્રી જઈ રહેલી બસ 500 મીટર ઊંડી ખીણમાં પડી પડી જતા હૃદયદ્રાવક ઘટના સર્જાઇ હતી. એક અહેવાલ અનુસાર આ ઘટનામાં 29 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જોકે મૃતકોની સંખ્યા અને ઘાયલોની સંખ્યાનો ચોક્કસ આંકડો હજુ સુધી સામે આવ્યો નથી.

ઘટના અંગે એસપી અર્પણ યઘુવંશીએ જણાવ્યું છે કે બસમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓ મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. દુર્ઘટના સર્જાતાં ત્રણ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘટનાના દુઃખ દ્રશ્ય જોઈ સ્થાનિક લોકો પણ બચાવ કાર્ય માટે દોડી આવ્યા હતા.

મધ્યપ્રદેશના પન્ના જિલ્લાથી શ્રદ્ધાળુઓ યમુનોત્રી દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે યમુનોત્રી નેશનલ હાઈવે નજીક 500 ફૂટ ઉંડી ખીણમાં બસ ખાબકી હતું. ત્યારે જમીન પર પડેલા મૃતદેહ જોઈને લોકો હચમચી ગયા હતા. આ સાથે જ બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. બસમાં સવાર યાત્રાળુઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો મૃત્યુ પામ્યા છે. મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.