સુરતમાં સંબંધો શરમાવે તેવો કિસ્સો, બે સંતાનોની માતા પ્રેમી યુવક સાથે ભાગી ગઈ

Gujarat

આપણે અવારનવાર યુવતીઓ પ્રેમસંબંધમાં માતા પિતાની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કરતી હોય છે તેવા કિસ્સાઓ સાંભળતાં હોઈએ છીએ. પરંતુ હાલ એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે સંતાનની માતા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું સામે આવ્યું છે. આ જોઈને ખરેખર ઘોર કલિયુગ આવી ગયો હોય એવું લાગે છે. મહિલા સુરતથી પોતાના પિયર મળવા ગઈ અને ત્યાંથી ભાગી ગઈ હોવાનું સામે આવ્યું છે.

હાલ સુરતની પરણિતા પ્રેમી સાથે ભાગી ગઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મહિલા સાસરેથી પોતાના પિયરમાં રહેવા આવી હતી. આ મહિલાના લગ્ન 14 વર્ષ પહેલાં સુરત રહેતા મહમંદ સાથે થયા હતા. જે બાદ તેમને બે સંતાન પણ થયા હતા. જેમાં તેનો પુત્ર સાતમા ધોરણમાં ભણે છે જ્યારે પુત્રી ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે.

બે સંતાનોની માતા પ્રેમી સાથે ભાગી ગઈ હોવાની પરિવારજનોએ ચિંતા વ્યક્ત કરી છે. મહિલા થોડા દિવસ પહેલા સુરતથી તેના પિયરમાં આવી હતી. ત્યારે પિયરમાંથી ઘરના સભ્યોને જાણ કર્યા વગર જ તે ચાલી ગઈ હતી. જેથી મહિલાના ભાઈએ મહિલાના પતિને આ વાતની જાણ કરી હતી. જે બાદ તેમણે દરેક જગ્યાએ શોધખોળ આદરી હતી.

દરેક જગ્યાએ તપાસ કરવા છતાં પણ મહિલાનો પત્તો ન લાગતા આખરે પોલીસ સ્ટેશનમાં તેના પતિએ પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ સાથે જ તેણે જણાવ્યું હતું કે તેની પત્ની છેલ્લા એક વર્ષથી સુરત ખાતે રહેતા સૈયદ રજા નામના ઈસમ સાથે પ્રેમસંબંધ ધરાવતી હતી. જો કે આ બાબતે મહિલાના પતિએ સૈયદને ઠપકો આપ્યો હતો. ઉપરાંત મહિલાના સાસરી અને પિયર પક્ષ વાળાએ મહિલાને પ્રેમસંબંધ ન રાખવા માટે પણ સમજાવી હતી.

ત્યારે પિયર આવી ઘરના સભ્યોને જાણ કર્યા વગર અચાનક જ તે ઘરેથી ચાલી જતાં તેના પતિએ ગુમ થયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ સાથે જ પ્રેમી સાથે ભાગી ગઇ હોવાની શંકા પણ વ્યક્ત કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.