ઉનાળામાં નદી તળાવના પાણી સુકાઈ જતા હોય છે. એટલુ જ નહી ઊંડા ઊંડા બોરવેલમાં પણ પાણી ખૂટી જતા હોય છે. ત્યારે જૂનાગઢના વિસાવદર ગામની સીમના એક ખેતરમાં છેલ્લા બે મહિનાથી પાણી ખૂટી ગયું હતુ. જેથી આ બોરવેલ બે મહિનાથી બંધ પડયો હતો. ત્યારે તેમાથી અચાનક જ 20 ફૂટ ઊંડો ફુવારો ઉડ્યો. ખરેખર આ તો કુદરતનો ચમત્કાર જ કહેવાય. બંધ બોરવેલમાથી પાણીનો ધોધ નીકળતી જોઈને લોકો ચોંકી ગયા.
આ બોરમાંથી સતત બે ત્રણ કલાક સુધી પાણીના ફુવારા ઉડ્યા. આ દ્રશ્ય જોઈને આસપાસના ખેડૂતો ચોંકી ગયા. ત્યારે ગ્રામજનોને આ અંગે જાણ થતાં કુતૂહલ સર્જાયું. લોકો કુદરતની કરામત જોવા માટે આવવા લાગ્યા. ત્યારે કેટલાક લોકોએ આ ઘટનાના દ્રશ્યો કેમેરામાં કેદ કરી લીધા હતા. ભર ઉનાળે બંધ બોરમાંથી પાણીના ફુવારા ઊડતા લોકો ચોંકી ગયા.
મળતી માહિતી અનુસાર જામનગરના વિસાવદર ગામની સીમમાં ખેતર ધરાવતા કમલેશભાઈ રામજીભાઈ રીબડીયાના ખેતરમાંથી બંધ બોરમાંથી બે માળ ઊંચા પાણીના ફુવારા ઊડતા લોકો ચોકી ગયા હતા. આ બોરમાં બે માસથી પાણી ખૂટી જતાં બોર બંધ પડ્યો હતો. ત્યારે અચાનકથી બોરમાંથી પાણીના ફુવારા ઉડયા જે જોઈને લોકો ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે.
કમલેશભાઇના ખેતરના બોરમાંથી બે મહિનાથી પાણી ખૂટી ગયું હતું. ત્યારે ત્રણેક દિવસ પહેલા અચાનકથી બોરમાંથી અવાજ આવવા લાગ્યો. ત્યારબાદ થોડીવારમાં જ બંધ બોરમાંથી પાણીના ફુવારા ઉડવાનું શરુ થયું. આ દ્રશ્યો જોઈને ખેડૂતો ચોંકી ગયા. બે માળ ઊંચા પાણીના ફુવારા જોવા માટે ખેડૂતો એકઠા થઇ ગયા. બંધ બોરમાંથી દોઢ બે કલાક સુધી પાણીનો ધોધ વહેતો રહ્યો. જે જોઈને લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.